________________
પ્રથમ વિન-જાત્યા !
[
૭૩ ].
સારૂં નથી, તથા ભેજન કરી રહ્યા પછી અને ઊંડા ઘરમાં પણ ન નહાવું. ગુરૂને દોષ ન કહે, ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા. તથા બીજા લેકે આપણા ગુરૂની નિંદા કરતા હોય તો તે સાંભળવી પણ નહીં.
ભારત ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમી પુરૂષ તથા તપસ્વીઓ, એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. કોઈ પણ પારકી વસ્તુ ચોરવી નહીં, કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું, મધુર વચન પણ વગર કારણે બોલવું નહીં. પારકા દોષ ન કહેવા. મહાપાપ કરવાથી પતિત થએલા લોકોની સાથે વાર્તાલાપ પણ ન કર, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કોઈ પણ કામ કરવું નહી. એક આસન ઉપર ન બેસવું, ડાહ્યા માણસે લેકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણું લેકની સાથે વેર કરનારા, અને મૂર્ખ એટલાની દસ્તી કરવી નહીં. તથા એકલા મુસાફરી કરવી નહીં. હે રાજા ! દુષ્ટ વાહનમાં ન ચઢવું, કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું, તથા આગળ પડી જળના પ્રવાહની સામા જવું નહીં, સળગેલા ઘરમાં દાખલ થવું નહીં, પર્વતની ટુંક ઉપર ન ચડવું, મુખ ઢાંકયા વિના બગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં. ડાહ્યા માણસે ચાલતાં ઊંચી, આડીઅવલી અથવા દૂર દ્રષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમિ ઉપર નજર રાખીને ચાલવું. ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં, સીસોટી ન વગાડવી, દાંત તથા નખ ન છેદવા, તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહીં. દાઢી મૂછના વાળ ચાવવા નહીં, હોઠ દાંતમાં વારંવાર ન પકડવા, એડું હેય તે કાંઈ ભક્ષણ ન કરવું, તથા કંઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તે ચોરમાર્ગે જવું નહીં. ઉનાળાની તથા ચોમાસાની રૂતુમાં છત્ર લઈને તથા રાત્રીએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું. પગરખાં, વસ્ત્ર અને માળા એ ત્રણ વાનાં કેઈએ પહેરેલાં હોય તો પહેરવાં નહીં. સ્ત્રીઓને વિષે ઈષ્યા કરવી નહીં, તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ઈર્ષા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષ્યા કરવી નહીં.
હે મહારાજ ! રાત્રીએ જળનો વ્યાપાર, દહી અને સાથે તેમજ મધ્યરાત્રિએ ભેજન કરવું નહીં. ડાહ્યા માણસે ઘણીવાર સુધી ઢીંચણ ઊંચા કરીને ન સૂવું. ગોહિકા આસને ન બેસવું, તથા પગે આસન ખેંચીને પણ ન બેસવું. પુરૂષે તદ્દન પ્રાત:કાળમાં તદ્દન સંધ્યાને વિષે તથા તદ્દન બપોરમાં તથા એકાકીપણે અથવા ઘણું અજાણ લોકોનો સાથે જવું નહીં. હે મહારાજ ! બુદ્ધિશાળી પુરૂષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું. તથા દીર્ધાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મોં જોવું નહીં. હે રાજા! પંડિત પુરૂષે એક કમળ અને કુવલય વઈને રાતી માળા ધારણ
રાતું કમળ. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org