________________
[ ૨૮૬ ]
भावविधिप्रकरण ।
રત્નવિશાળામાં રહેતું હતું. તેની વસુંધરા નામે સ્ત્રી હતી. તેમને રન સરખા ઉત્કૃષ્ટ શુને ધારણ કરનાર રત્નસાર નામે એક પુત્ર હતો. તે એક વખતે પિતાના દેતે સાથે વનમાં ગયે. વિચક્ષણ રત્નસારે ત્યાં વિનયંધર આચાર્યને જઈ વંદન કરી તેમને પૂછયું કે, “હે મહારાજ! આલેકમાં પણ સુખ શી રીતે મળે છે?” વિનયંધર આચાર્યો કહ્યું, “હે દક્ષ! જીવ સંતોષની વૃદ્ધિ રાખવાથી આ લેકમાં સુખી થવાય છે, પરંતુ બીજી કઈ રીતે નથી થતું. સંતેષ દેશથી અને સર્વથી એવા બે પ્રકાર છે. તેમાં દેશ સંતેષથી ગૃહસ્થ પુરૂષને સુખ મળે છે. પરિગ્રહ પરિમાણ વ્રતના અંગીકારથી ગૃહસ્થ પુરુષને દેશથી સંતોષ વૃદ્ધિ પામે છે; કારણ કે, પરિગ્રહ પરિમાણ કરવાથી પાર વિનાની આશા મર્યાદામાં આવી રહે છે. સર્વથી સંતોષની વૃદ્ધિ તે મુનિરાજથી જ કરી શકાય છે, તેથી અનુત્તર વિમાનવાસી દેવતા કરતાં પણ સારું સુખ આલાકમાં જ મળે છે.
* ભગવતી સૂત્રમાં કહ્યું છે કે –“એક માસ સુધી દીક્ષા પર્યાય પાળનારા સાધુ આદરેલા ચારિત્રના વિશુદ્ધ પરિણામથી વાયુમંતરની, બે માસ સુધી પાળનારા ભવનપતિની, ત્રણ માસ સુધી પાળનારા અસુરકુમારની, ચાર માસ સુધી પાળનારા જ્યોતિષીની, પાંચ માસ સુધી પાળનારા ચંદ્ર સૂર્યની, છ માસ સુધી પાળનારા સૌધર્મ તથા ઈશાન દેવતાની, સાત માસ સુધી પાળનારા સનસ્કુમારવાસી દેવતાની, આઠ માસ સુધી પાળનારા છાશવાસી તથા લાંતકવાસી તથા મહેન્દ્ર દેવતાની, નવ માસ સુધી પાળનારા શુક્રવાસી તથા સહસારવાસી દેવતાની, દશ માસ સુધી પાળનારા આનત આદિ ચાર દેવલોકમાં રહેનાર દેવતાની, અગીઆર માસ સુધી પાળનારા શ્રેયકવાસી દેવતાની તથા બાર માસ સુધી પાળનારા અનુત્તપપાતિક દેવતાની મનમાં ઉત્પન્ન થયેલી સુખની પ્રાપ્તિનું ઉલ્લંઘન કરે છે.”
જે માણસ સંતોષી નથી, તેને ઘણું ચક્રવર્તિ રાજ્યોથી, અખૂટ ધનથી, તથા સર્વે ભેગોપભેગનાં સાધનથી પણ સુખ પ્રાપ્ત થતું નથી. સુભૂમ ચક્રવર્તી, કેણિક રાજા, મમ્મણ શેઠ, હાસા પ્રહાસાને પતિ વગેરે મનુષ્ય સંતોષ ન રાખવાથી જ દુઃખી થયા. કેમકે–અભયકુમારની પેઠે સંતોષ રાખનારને જે કાંઈ સુખ મળે છે, તે સુખ અસંતોષી એવા ચક્રવતીને તથા ઇંદ્રને પણ મળી શકતું નથી. ઉપર ઉપર જેનારા સર્વે દરિદ્ધી થાય છે, પણ નીચે નીચે જેનાર કયા માણસની ઑોટામાં વૃદ્ધિ ન પામી? માટે સુખને પુષ્ટિ આપનાર એવા સંતેષને સાધવાને અર્થે તે પિતાની ઈચ્છા માફક ધન ધાન્ય આદિ પરિ. ગ્રહનું પરિમાણ કર. ધર્મ, નિયમપૂર્વક લેશ માત્ર આચર્યો હોય, તે પણ તેથી પાર વિનાનું ફળ મળે છે, પરંતુ નિયમ લીધા વિના ઘણે ધર્મ આચર્યો હોય છે, તો પણ તેથી સ્વપ માત્ર ફળ મળે છે. જુઓ ! કૂવામાં સ્વપ માત્ર ઝરણું હોય છે, તે પણ તે નિયમિત હોવાથી તેનું જળ કેઈ કાળે ખૂટતું નથી, અને સરોવરનું જળ કાંઠા સુધી ભર્યું હોય તો પણ તે નિયમ વિનાનું હોવાથી મટે છે. માણસે નિયમ લીધો હોય તે સંકટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org