________________
[ ૨૭૮]
श्राद्धविधिप्रकरण ।
મત આપ. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂએ સર્વે સારાં કાર્યમાં અગ્રેસર થવું. માણસે કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે તે પણ તેથી ફળ નીપજે છે. પુરૂષોએ જે કૃત્ય કરવાથી કેઈનું નુકસાન નીપજે એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કેઈ કાળે અદેખાઈ કરવી નહીં. પિતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણું આદરથી જાતિને સંપ થાય તેમ કરવું, કારણ કે એમ ન કરે તે માન્ય પુરૂષની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છોડીને પરજાતિને વિષે આસક્ત થએલા લોકો કુકર્દમ રાજાની પેઠે મરણ પર્યત દુ:ખ પામે છે. જ્ઞાતિ માંહોમાંહે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે, અને સંપમાં રહે તે, જેમ જળમાં કમળની વધે છે તેમ વૃદ્ધિ પામે. સમજુ માણસે દરિદ્ધી અવસ્થામાં આવેલે પોતાને મિત્ર, સાધમી, જ્ઞાતિના આગેવાન, મહેોટા ગુણ તથા પુત્ર વિનાની પિતાની બહેન એટલા લોકોનું અવશ્ય પિષણ કરવું. જેને હેટાઈ ગમતી હોય, એવા પુરૂષે સારથિનું કામ, પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પિતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું.
મહાભારત વગેરે ગ્રંથમાં પણ કહ્યું છે કે-પુરૂષે બ્રાહ્મ મુહૂર્તને વિષે ઉઠવું અને ધર્મને તથા અર્થને વિચાર કરવો. સૂર્યને ઊગતાં તથા આથમતાં કઈ વખતે પણ ન જેવો. પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખ કરીને મળમુત્રને ત્યાગ કર. આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભેજન કરવું. હે રાજા ! જાણુ પુરૂષે ધન સંપાદન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જ, કારણ કે તે હોય તેજ ધર્મ, કામ વગેરે થાય છે. એટલે ધનનો લાભ હોય તેને ચોથો ભાગ ધર્મકૃત્યમાં, ચોથો ભાગ સંગ્રહમાં અને બાકી રહેલા બે ચોથા ભાગમાં પોતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. વાળ સમારવા, ઓરિસામાં મુખ જેવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બાર પહેલાં જ કરવાં. પિતાના હિતની વાંછા કરનાર પુરૂષે હમેશાં ઘરથી આઘે જઈ મળ મૂત્ર કરવું, પગ દેવા, તથા એંઠવાડ નાંખો. જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણના કટકા કરે, દાંતવડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે. તે આ લોકમાં લાંબું આયુષ્ય ન પામે. ભાંગેલા આસન ઉપર ન બેસવું, ભાંગેલું કાસાનું પાત્ર રાખવું નહીં. વાળ છુટા મૂકી જન ન કરવું તથા નગ્ન થઈને ન નહાવું, નગ્નપણે સુઈ ન રહેવું, ઘણી વાર એંઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આશ્રયતળે સર્વ પ્રાણ રહે છે, માટે એંઠા હાથ ન લગાડવા, માથાના વાળ ન પકડવા, તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરવો. પુત્ર તથા શિષ્ય વિના શીખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી. પુરૂએ કોઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે હાવું નહીં. ગ્રહણ વિના રાત્રીએ નહાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org