________________
[ ૧૭ ]
प्राविधिप्रकरण ।
૪૪ મટે ત્રાહિવંત છતાં કલહ-કલેશ કરે, ૪૫ જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઈચ્છા કરે, ૪૦ મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લોકોને ઉપદ્રવ કરવામાં શૂરવીરપણું બતાવે, ૪૮ જેના દોષ જાહેર દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે, ૪૯ ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણ માત્ર રુચિ ન રાખે, ૫૦ બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જેવા ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫ થોડા બચાવને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હોમ, ૫૮ ક્ષય રોગ છતાં રસાયન ખાય, ૫૯ પિતે પિતાની
હાટાઈને અહંકાર રાખે, ૬૦ ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતે રહે, ૬૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુદ્ધ જુએ, ૬૩ મોટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થોડું ધન છતાં આડંબર પ્લેટ રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ઘણું વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મમ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે, ૭૦ લાભ નકકી નહીં છતાં ખરચ કરે, ૭૧ પિતાના ખરચને હિસાબ રાખવાને પોતે કંટાળે કરે, ૭૨ નશીબ ઉપર ભરોસે રાખી ઉદ્યમ ન કરે, ૭૩ પિતે દરિદ્ધી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાત થઈ ભેજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પોતે નિર્ગુણ છતાં પિતાના કુળની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠેર સ્વર છતાં ગીત ગાય, ૭૭ સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કૃપણુતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દોષ ખુલા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના ઘરમાંથી ઉઠી જાય, ૮૧ ડૂત થઈ સંદેશો ભૂલી જાય, ૮૨ ખાંસીને રેગ છતાં ચોરી કરવા જાય, ૮૩ યશને અર્થે ભેજનનું ખર્ચ મહેતું રાખે, ૮૪ લોક વખાણ કરે એવી આશાથી છેડો આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૮૬ કપટી અને મીઠાબોલા લેકેના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણા કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજે જાય, ૮૯ આપણા ઉપર રાજાની મહેરબાની હમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૧ ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામ કરવા જાય, ૯૨ લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૯૩ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, ૯૫ બધે ભરોસે રાખે, ૯૬ લેક વ્યવહાર ન જાણે, ૯૭ યાચક થઈ ઉન્હ
જન જમવાની ટેવ રાખે, ૯૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, ૯૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને બેલતાં બહુ હસે, ૧૦૦ તે મૂર્ખ જાણ.” આ રીતે
સે પ્રકારના મૂખે કહ્યા છે. Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org