________________
[ ૨૨૨ ]
આધિારણા
પ્રાપ્તિ થાય છે. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી, તે પણ લેકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું. અને તે પણ કહેલી મુદતની અંદર પોતેજ જઈને આપવું. તેમાં જે કદાચિત તે ઘરની ભીંત, કરા, આદિ પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમારવા પડે તો તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું કારણ કે, તે લોકવ્યવહાર છે, પરંતુ જે પિતાના અથે એકાદ માળ ન ચણા અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાને દેષ આવે છે કોઈ સાધમીભાઈ સીદાત હોય, તે તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાંજ જે ઘણી વાર રહેવું પડે તથા નિદ્રા આદિ લેવી પડે તો જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપ, થોડો નકર આપે તે સાક્ષાત્ દેષજ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાના વસ્ત્ર, નાળીયેર, સેના રૂપાની પાટી, કળશ, કુલ, પકવાન્ન, સુખડી વગેરે વસ્તુ ઉજમણામાં, નંદિમાં અને પુસ્તકપૂજા વગેરે કૃત્યમાં સારે નકરે આપ્યા વિના ન મૂકવી. “ઉજમણા આદિ કૃત્યમાં પોતાના નામથી મહેતા આડંબરે માંડયા હેય તે લેાકમાં ઘણી પ્રશંસા થાય એવી ઈચ્છાથી થોડા નકરે આપીને ઘણી વસ્તુ મૂકવી એ ગ્ય નથી. આ વાત ઉપર લક્ષમીવતીનું દષ્ટાંત છે જે નીચે લખ્યું છે – થોડા નકરાથી ઉજમણામાં વસ્તુઓ મૂકવા અંગે લક્ષ્મીવતીનું દૃષ્ટાન્ત,
કેઈ લક્ષમીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ઠ અને પિતાની હેટાઈ ઈચ્છનારી હતી તે હમેશાં થોડે નકરો આપીને ઘણાં આડંબરથી વિવિધ પ્રકારના ઉજમણું આદિ ધર્મકકૃત્ય કરે અને કરાવે, તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામીને સ્વર્ગ ગઈ, 'તે પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યાં નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ થતાં સ્વર્ગ
થી એવી કોઈ ધનવાન તથા પુત્ર રહિત શેઠને ત્યાં માન્ય પુત્રી પણે ઉત્પન્ન થઈ. પણ તે ગમાં આવી ત્યારે ઓચિંતે પરચક્રને હેટો ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવ ન થા, તથા જન્મોત્સવ, છઠીને જાગરિકત્સવ, નામ પાડવાનો ઊત્સવ આદિ ઉત્સવ પિતાએ મોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, તે પણ રાજા તથા મંત્રી આદિ હેટા લેકના ઘરમાં શોક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ અંગે પહેરાય એટલા અલંકાર ઘણાં આદરથી આવ્યા હતા, તે પણ રાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહીં. તે માબાપને તથા બીજા કોને પણ ઘણી માન્ય હતી તે પણ પૂર્વકર્મને દેષથી તેને ખાવા પીવાની તથા પહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org