________________
પ્રથમ હિચકા
[ ૨૧૩ ].
થએલું શિ૯૫ અને ઉપદેશથી ન થએલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું, ચિત્રકારનું વિગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં; બાકી રહેલા કર્મ પ્રાયે શિલ્પ વગેરેમાં સમાઈ જાય છે. પુરૂષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે. કેમના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે. કે બુદ્ધિથી કર્મ (કાર્ય) કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તકથી (ભાર ઉપાડીને ) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા. બુદ્ધિથી કર્મ કરવા ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે –
બુદ્ધિથી કમાનારનું દષ્ટાંત. ચંપાનગરીમાં મદન નામે ધનશ્રેણીનો પુત્ર હતું. તેમણે બુદ્ધિ આપનારા લેકની દુકાને જઈ પાંચ રૂપિયા આપી એક બુદ્ધિ લીધી કે બે જણ લઢતા હોય ત્યાં ઊભા રહેવું નહીં.” ઘેર આવ્યા ત્યારે મિત્રોએ પાંચ રૂપે બુદ્ધિ લીધી સાંભળી તેની ઘણી મશ્કરી કરી, તથા પિતાએ પણ ઘણે ઠપકો આપે. તે મદન બુદ્ધિ પાછી આપી પોતાનાં નાણાં લેવા દુકાનવાળા પાસે આવ્યો ત્યારે દુકાનદારે કહ્યું કે “જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હોય ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ તું કબૂલ કરતો હોય તે હારા રૂપૈયા પાછા આપું. તે વાત કબુલ કરવાથી દુકાનદારે મદનને પાંચસો દ્રમ્મ પાછા આવ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટનો કાંઈ વિવાદ થતો હતો, ત્યારે મદન તેમની પાસે ઉભે રહ્યો. બને સુભટેએ મદનને પોતાની સાક્ષી તરીકે કબુલ કર્યો ન્યાય કરવાને સમય આવ્યો ત્યારે રાજાએ મદનને સાક્ષી તરીકે બોલાવ્યું. ત્યારે બને સુભટોએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષી નહીં પૂરે, તે હારું આવી બન્યું એમ જાણજે.” એવી ધમકીથી આકુળવ્યાકુળ થએલા ધનશ્રેણીએ પોતાના પુત્રના રક્ષણ માટે ક્રોડ કમ્પ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “ તું હારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠી સુખી થયે. એ બુદ્ધિકર્મ ઉપર દ્રષ્ટાંત કહ્યું છે.
વ્યાપાર આદિ કરનારા લેકે હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કામ કરનારા લેકે પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લેકે મસ્તકથી કામ કરનારા જાણવા. ૧ રાજાની, ૨ રાજાના અમલદાર લોકની, ૩ શ્રેણીની અને ૪ બીજા લેકની મળી ચાર પ્રકારની સેવા છે. રાજાદિકની સેવા અહોરાત્ર પરવશતા આદિ ભેગવવું પડતું હોવાથી જેવા તેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે-જે સેવક કાંઈ ન બેલે તે મૂંગે કહેવાય, જે છૂટથી બોલે તો બકનારો કહેવાય, જે આઘો બેસે તે બુદ્ધિહીન
કહેવાય, જે સહન કરે તે હલકા કુળને કહેવાય, માટે યેગીઓથી પણ ન જાણી શકાય Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org