________________
[ ૨૨ ]
भादविधिप्रकरण ।
હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે– સુભટે રણસંગ્રામની, વો મહેટા મહેટા ધનવંત લોકોની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણોની અને નિગ્રંથ મુનિઓ લેકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાર જે વઘ લેકો માંદા પડવાની ઈચ્છા કરે છે, રોગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવી દ્રવ્યલોભથી ઉલટી તેની હાનિ કરે છે, એવા ઘના મનમાં દયા કયાંથી હોય? કેટલાક વૈદ્ય તો પોતાના સાધમી, દરિદ્રી, અનાથ, મરણને કાંઠે આવેલા એવા લોકો પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઈચ્છે છે, અભય વસ્તુ પણ ઔષધમાં નાંખી રોગીને ખવરાવે, અને દ્વારિકાના અભવ્ય વૈદ્ય ધવંતરિની પેઠે જાત જાતનાં ઔષધ આદિના કપટથી લેકેને ઠગે છે. હવે થોડો લોભ રાખનારા, પરોપકારી, સારી પ્રકૃતિના જે વૈદ્યો છે તેમની વૈદ્યવિદ્યા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વિદ્યની પેઠે ઈહલકે તથા પરલેકે ગુણકારી જાણવી.
હવે, ખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિન પાણીથી તથા ત્રીજી બને-વષાદ તથા કુવાના પાણીથી-થનારી. ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘોડા હાથી વગેરે જાનવરો પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહે વાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે-હાથીના દાંતને વિષે રાજાઓની લક્ષ્મી, બળદના ખંધ ઉપર પામર લેકની, ખડગની ધારા ઉપર સુભટોની લક્ષમી તથા શ્રૃંગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષમી રહે છે કદાચિત બીજી કોઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય વગેરે બરાબર ધ્યાનમાં રાખ. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં ઘણું દયા રાખવી કેમકે જે ખેડુત વાવ વાનો વખત ભૂમિનો ભાગ કે છે? તે, તથા તેમાં કર્યો પાક આવે? તે જાણે, અને માર્ગમાં આવેલું ખેતર મૂકી દે, તેને જ ઘણે લાભ થાય. તેમજ જે માણસ દ્રવ્યપ્રાપ્તિને અર્થે પશુરક્ષાવૃત્તિ કરતો હોય, તેણે પિતાના મનની અંદર રહેલે દયાભાવ છોડે નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પિતે જાગૃત રહી છવિ છેદ વગેરે વર્જવું.
હવે શિલ૫કળા સે જાતની છે, કહ્યું છે કે – કુંભાર, લુહાર, ચિત્રકાર, સુતાર અને હજામ એ પાંચના પાંચ શિપજ (કારીગરી) મુખ્ય છે. પાછા એક એક શિપના વીસ વિસ પેટભેદ ગણતાં સર્વ મળી સો ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા એકની બીજાથી જૂદી પડનારી હોવાથી જૂદી ગણીએ તે ઘણું જ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિ૯૫ કહેવાય છે. ઉપર કહેલા પાંચ શિલ્પ અષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલા છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લેકપરંપરાથી ચાલતું આવેલ ખેતી વ્યાપાર વિગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International