________________
[ ૨૭૦ ]
श्राद्धविधिप्रकरण |
સની સંમતિર્થી કરવાં. સ્વજનાની સાથે એકદ્વિલ રાખવા ઉપર પાંચ આંગળીગ્માના દાખલા છે, તે નીચે પ્રમાણે છે:
સપ ઉપર પાંચ આંગળીઓન દૃષ્ટાંત.
પ્રથમ તર્જની ( અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સવ કાર્યોમાં પ્રથમ હોવાથી તથા વસ્તુ દેખાડવામાં, ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં ડાહી હાવાથી અહુકાર પામી મધ્યમા ( વચલી ) આંગળીને કહે છે. “ ત્હારામાં શા ગુણુ છે ? ” મધ્યમાએ કહ્યું. “ હું સર્વે આંગળીઓમાં મુખ્ય, મ્હાટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્ર, ગીત, તાલ, વગેરે કળામાં કુશળ છું. કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દોષ, છળ વગેરેના નાશ કરવાને માટે ચપટી વગાડું છું અને ટચકારાથી શિક્ષા કરનારી છું. ” એમજ ત્રીજી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું, “ દેવ, ગુરુ, સ્થાપનાચા, સાધર્મિક વિગેરેની નવાંગ ચંદનપૂજા, મંગલિક, સ્વસ્તિક, નંદ્યાવત વગેરે કરવાનું; તથા જળ, ચ'દન, વાસક્ષેપ, ચૂર્ણ વગેરેનું અભિમંત્રણ કરવું મ્હારા તાખામાં છે. ” પછી ચેાથી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, “ હુ પાતળી હાવાથી કાનની અંદર ખણુવા આદિ ઝીણાં કામેા કરી શકુ છુ, શરીરે દુ:ખ આવે ઇંદ્રાદિ પીડા સહુ છુ, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરું છું, જપ સંખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છુ ” તે સાંભળી ચારે આંગળીઓએ માંહેમાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછ્યું કે, “હારામાં શા ગુણુ છે?” અંગૂઠે કહ્યું, “ અરે એ ! હુ તા તમારા ધણી છું! જીએ લખવુ, ચિત્રામણ કરવું, કાળીયા વાળવા, ચપટી વગાડવી, ટચકારા કરવા, મૂડી વાળવી, ગાંઠ વાળવી, હથિયાર વગેરે વાપરવાં, દાડી મૂછ સમારવી, તથા કાતરવી, કાતરવું, લેાચ કરવા, પીંજવું, વણવુ, ધાવુ, ખાંડવું. દળવું, પિરસવું, કાંટા કાઢવા, ગાયે વગેરે ઢાઢવી, જપની સંખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂથવાં, પુષ્પપૂજા કરવી, વગેરે કાર્યો મ્હારા વિના થતા નથી. તેમજ વેરીનું ગળું પકડવું, તિલક કરવુ, શ્રીજિનામૃતનું પાન કરવુ, અંગૂઠ પ્રશ્ન કરવા વગેરે કાર્યો એકલા મ્હારાથી જ થાય છે. ” તે સાંભળી ચારે આંગળીએ અંગૂઠાના આશ્ચય કરી સર્વ કાર્યો કરવા લાગી,
**
ગુરૂનુ ઉચિત.
સ્વજનના સંબધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાર્યંના સબધમાં ઉચિત આચરણુ કહીએ છીએ. પુરૂષે દરરેજ ત્રણ ટંક ભક્તિથી તથા શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માચાર્યને વંદના કરવી. ધર્માચાર્યે દેખાડેલી રીત પ્રમાણે ભાવશ્યક વગેરે કામા કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org