________________
[ ૨૨૮ ]
श्राद्धविधिप्रकरण ।
સેંપવી” એમ કહ્યું તેનું કારણ એ છે કે હોટા લોકોએ યોગ્ય કાર્ય ન્હાનાને માથે નાખવાથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે. ઘરનો કાર્યભાર સારી પરીક્ષા કરીને ન્હાના પુત્ર રોગ્ય હોય તો તેને માથે જ નાંખે. કારણ કે, તેમ કરવાથી જ નિર્વાહ થવાને, તથા તેથી શોભા વગેરે વધવાને પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રની પરીક્ષા કરી સોમ પુત્ર જે શ્રેણિક તેને માથે જ રાજ્ય સેપ્યું. પુત્રની પેઠે જ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું. જેમ ધનશ્રેણીએ ચેખાના પાંચ દાણ આપી પરીક્ષા કરી, જેથી વહું રહિણીને જ ઘરની સ્વામિની કરી, તથા ઉજિકતા, ભગવતી અને રક્ષિતા એ ત્રણે મહાટી વહુઓને અનુક્રમે છાણ વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું.
પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હોય તે તેને ઘતાદિ વ્યસનથી થતો ધનને નાશ, લેકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતે અટકે છે. તથા લાભ, ખરચ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વચ્છંદી થતું નથી, તથા પિતાની મહેટાઈ રહે છે. “પુત્રની પ્રશંસા જ ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસા જ ન કરવી. કહ્યું છે કે–ગુરૂની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવોની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તે બિલકુલ સ્તુતિ કરવી જ નહીં. એમ છતાં તે વગર ન ચાલે તે સ્તુતિ કરવી; પણ પ્રત્યક્ષ ન કરવી કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે અને વૃથા અહંકાર વગેરે આવે છે.
પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉરિત આચરણ જાણવું. રાજસભા દેખાડવાનું કારણ એ છે કે–રાજસભાને પરિચય ન હોય તો કઈ વખતે દૈવથી ઓચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થાય, તથા પારકી લક્ષમી જે અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાંખે. કેમ કે–રાજદરબારમાં જવું, રાજાના માનીતા લોકો જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થનો નાશ તે થાય જ. માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવવો. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લોકે એને પરદેશી જાણુને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે, માટે પરદેશના આચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહુના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું
Jain Education International.
For Private & Personal Use Only
www.jainelibrary.org