________________
[ ૨૩૦ ]
श्राद्धविधिप्रकरण ।
ન લેવાય. તાત્પર્ય એ છે કે-જે કઈ સમયે ભાવિભાવથી સોપારી આદિ વસ્તુનો નાશ થવાથી પિતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણે અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને લે, પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયો એ ઠીક થયું ” એમ મનમાં ન ચિંતવે. તેમજ કઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણ નથી, એમ જાણતાં છતાં ઉપાડવી નહીં. વ્યાજવટાવ અથવા ક્રયવિક્રય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગરેની અપેક્ષાએ ઉચિત તથા સિણ જનને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલે લાભ મળે તેટલે જ લે. એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે.
ખોટાં માપતોલ ન રાખવાં.
તેમજ બેટાં કાટલાં અથવા બેટાં માપ રાખીને, નાધિક વ્યાપાર કરીને રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લઈને, કૂડકપટ કરીને, ખોટું અથવા ઘસાયલું નાણું આપીને, કોઈના ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઈને, નમૂનો એક બતાવી બીજો માલ આપીને, જ્યાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકને વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવાજ પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં. કહ્યું છે કે-જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લોકો મોહજાળમાં પડી પોતાના જીવને જ ઠગે છે; કારણ કે, તે લોકો કૂડકપટ ન કરતા તે વખતે સ્વર્ગનાં તથા મોક્ષનાં સુખ પામત. આ ઉપરથી એ કુતર્ક ન કરવો કે—કુડ-કપટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોકો વ્યાપાર ઉપર શી રીતે પોતાની આજી. વિકા કરે? આજીવિકા તો કર્મને આધીન છે, તો પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઊલટા ગ્રાહકો વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય આ વિષય ઉપર એક દષ્ટાંત છે, તે એ કે
વ્યવહારશુદ્ધિ અંગે હલાક શેઠનું દૃષ્ટાંત. એક નગરમાં હલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા. તથા તેને બીજો પરિવાર પણ મહેટ હતો. હલાક શ્રેણીએ ત્રણ શેર, પાંચ શેર આદિ બેટાં કાટલાં વગેરે રાખ્યાં હતાં. તથા ત્રિપુષ્કર, પંચપુષ્કર આદિ સંજ્ઞા કહી પુત્રને ગાળ દેવાના બહાનાથી બેટાં તેલ માપ વાપરીને તે લોકોને ઠગતે હતો. તેના ચેથા પુત્રની સ્ત્રી બહુ સમજુ હતી. તેણે તે વાત જાણી એક સમયે શ્રેણીને ઘણે ઠપકે દીધે. ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું કે, “શું કરીએ? એમ ન કરીએ તે નિવાહ શી રીતે થાય? કહ્યું છે કે–ભૂખે માણસ શું પાપ ન કરે?” તે સાંભળી પુત્રની સ્ત્રીએ કહ્યું કે, “હે તાત! એમ ન કહે કારણ કે, વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org