________________
[ ૨૪૮ ]
શ્રાવિકા |
વિચારવા લાગી કે, “મહારા સસરાની એ કૃપતા છે કે ઘણી કરકસર છે?” એવો સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “મહારું માથું દુખે છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણું ઘણું બમો પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કઈ કઈ વખતે એવો દુખાવો થત હતો ત્યારે ઊંચાં મોતીના ચુર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયો. તેણે તુરત ઊંચાં મેતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી.
ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથી જ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–દાનથી ધનનો નાશ થાય છે, એમ તું કોઈ કાળે પણ સમજીશ નહીં. જુઓ કુવા, બગીચા, ગાય વગેરે જેમ જેમ દેતા જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે –
- વિદ્યાપતિનું દૃષ્ટાંત. વિદ્યાપતિ નામે એક શ્રેણી ઘણો ધનવાન હતે. લકમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “હું આજથી દશમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠીએ પિતાની સ્ત્રીના કહેવાથી સર્વે ધન તેજ દિવસે ધર્મના સાત ક્ષેત્રમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણુ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું તો પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવામાં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મકૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષમીએ કહ્યું કે, “હારા પુયને લીધે હું હારા ઘરમાંજ ટકી રહી છું.” લક્ષમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠી પરિગ્રહ પરિણામ વ્રતનો કદાચ ભંગ થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કોઈ એક રાજા પછવાડે પુત્ર ન મૂકતાં મરી ગયું હતું, તેની ગાદીએ ગ્ય પુરૂષને બેસારવાને માટે પટ્ટહસ્તીની દંઢમાં મંત્રી વગેરે લોકોએ અભિષેક કળશ રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેણીને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજ્ય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામે.
ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનથી થતા લાભ.
ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કોઈ શક રાખતું નથી, પણ જ્યાં ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખ, સમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org