________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ રહ૩ ]
ભાઈનાં સ્ત્રી પુત્ર વગેરેનાં જ્ઞાન વગેરે સર્વ ઉપચાર તો પિતાનાં સ્ત્રી, પુત્ર કરતાં પણ વધુ કરવાં કારણ કે, સાવકા ભાઈના સંબંધમાં થડે પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લેકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પોતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેના સંબંધમાં પણ ઉચિત આચરણ તેમની રેગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કેમ કે– ૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિદ્યા આપનાર, ૪ અન્ન વસ્ત્ર દેનાર અને ૫ જીવને બચાવનાર, એ પાચ પિતા કહેવાય છે. ૧ રાજાની સ્ત્રી, ૨ ગુરુની સ્ત્રી, ૩ પિતાની સ્ત્રીની માતા, ૪ પિતાની માતા અને ૫ પોતાની ધાવમાતા એ પાંચે માતા કહેવાય છે. ૧ સગો ભાઈ, ૨ સાથે ભણનાર, ૩ મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખ- ' નાર અને ૫ માર્ગમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઇ કહેવાય છે. ભાઈઓએ માહમાંહે ધર્મકરણની એક બીજાને સારી પેઠે યાદ કરાવવી. કેમ કે-જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસારરૂપ ઘરમાં મોહનિદ્રાથી સૂતેલા માણસને જગાડે તે તેને પરમ બંધુ કહેવાય. ભાઈઓની માંહોમાંહે પ્રીતિ ઉપર ભરતનો દૂત આવે શ્રીષભદેવ ભગવાનને સાથે પૂછવા ગયેલા અઠાણું ભાઈઓનું છાત જાણવું. ભાઈ માફક દસ્તની સાથે પણ ચાલવું.
સ્ત્રીનું ઉચિત. આ રીતે ભાઈના સંબંધમાં ઉચિત આચરણ કહ્યું. હવે સ્ત્રીની બાબતમાં પણ કાંઈક કહીએ છીએ. પુરુષે પ્રીતિવચન કહી, સારૂં માન રાખી પોતાની સ્ત્રીને સ્વકાર્યમાં ઉત્સાહવંત રાખવી. પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે તેથી બાકીની સર્વ પ્રીતિઓ સજીવ થાય છે. યોગ્ય અવસરે પ્રીતિવચનને ઉપયોગ કર્યો હોય તે તે દાનાદિકથી પણ ઘણુંજ વધારે ગૌરવ પેદા કરે છે. કેમકે-પ્રીતિવચન જેવું બીજું વશીકરણ નથી, કળાકોશલ જેવું બીજું ધન નથી, અહિંસા જેવો બીજે ધર્મ નથી અને સંતોષ સમાન બીજું સુખ નથી.
પુરુષ પોતાની સ્ત્રીને ન્હાવરાવવું, પગ દબાવવા વગેરે પિતાની કાયસેવામાં પ્રવર્તાવે. દેશ, કાળ, પિતાનું કુટુંબ, ધન વગેરેનો વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જેવાય છે, એવા ઘણા લોકોના મેળાવડામાં તેને જતાં અટકાવે. પોતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું કારણ એ છે કે–તેમ કરવાથી તેને પતિ ઉપર સારો વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે અને તેથી તે કઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે–સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શોભતી હોય તો તેથી ગૃહરથની લક્ષમી વધે છે. કેમકે-લક્ષમી સારાં કાર્ય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે, દક્ષતાથી પોતાનું જડમૂળ કરીને રહે છે, અને ઇન્દ્રિયે વશ રાખવાથી સ્થિર રહે છે. નાટક વગેરેના મેળાવડામાં સ્ત્રીઓને જતાં અટકાવવાનું કારણ એ છે કે-ત્યાં
Jain Education International
'
For Private & Personal Use Only
,
www.jainelibrary.org