________________
[ રહ૪ ]
શ્રાવિધિના
હલકા લોકેનાં અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા બીજી પણ ખરાબ ચેષ્ટાઓ જેવાથી મૂળથી નિર્મળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે માટે નાટક જેવા વગેરે કામે તજવાં.
પુરુષ પિતાની સ્ત્રીને રાત્રિએ બહાર રાજમાર્ગો અથવા કેઈને ઘેર જતાં અટકાવે, કુશીલની તથા પાખંડીની સોબતથી દૂર રાખે, દેવું લેવું, સગાં વહાલાનું આદરમાન કરવું, રાઈ કરવી વગેરે ગૃહકાર્યમાં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છૂટી–એકલી ને જુદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવુંહરવું ઘણું નુકશાનકારી છે. ધર્મ સંબંધી આવશ્યક વગેરે કામને અર્થે મોકલવી હોય તે મા, બહેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં ક્યા કયા કામ કરવાં એ વિષે કહે છે કે-પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાછુ ગળવું, ચલ તૈયાર કરે, થાળી આદિ વાસણ વાં, ધાન્ય દળવા તથા ખાંડવાં, ગાયો દેહવી, દહીં વલોવવું, પાક કર, જમનારાંઓને ઉચિતપણે અન્ન પિરસવું, વાસણ વગેરે ચેખાં કરવાં, તથા સાસુ, ભરથાર, નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવો. એ રીતે કુલવધુનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગ્રહકૃત્યમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તો ગૃહત્ય બગડે છે. સ્ત્રીને કાંઈ ઉદ્યમ ન હોય તો તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૂમાં સ્ત્રીઓનું મન વળગાડવાથી જ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે–પુરુષે પિશાચનું આખ્યાન સાંભળીને કુળ સ્ત્રીનું હમેશાં રક્ષણ કરવું, અને પિતાને આત્મા સંયમ ગવડે હમેશાં ઉદ્યમમાં રાખવે. સ્ત્રીને આપણાથી છૂટી ન રાખવી એમ કહ્યું એનું કારણ એ છે કે-પ્રાય માંહોમાંહે જેવા ઉપર જ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે-જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણનાં વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મને માફક કામ કરવાથી પુરુષને વિષે સ્ત્રીને દઢ પ્રેમ થાય છે. ન જવાથી, અતિશય જોવાથી, ભેગા થયે ન બોલવાથી, અહં. કારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હમેશાં મુસાફરી કરતે રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય, અને તેથી કદાચ વિપરીત કામ પણ કરે માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી.
પુરુષ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “હારા ઉપર બીજી પરશીશએવાં અપમાન વચન ન કહે. કાંઈક અપરાધ થયો હોય તે તેને એકાંતમાં એવી શિખામણ છે કે, પાછો તે એ અપરાધ ન કરે. ઘણી ક્રોધે ભરાયું હોય તે તેને સમજાવે, ધનના લાભની અથવા નુકશાનની વાત તથા થરમાંની ગુપ્ત મસલતા તેની
આગળ કહે નહીં. ” “હારા ઉપર બીજી પર લાવીશ” એવાં વચન ન બોલવાં, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org