________________
[ ૨૧૦ ]
श्राद्धविधिप्रकरण ।
સારું દ્રવ્ય કર્યું અને દાન લેવાને સુપાત્ર કોણ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યને વેગ મળવો સર્વ લેકેને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમ કે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને વેગ મળવો કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને ગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બનેને વેગ મળ પણ દુર્લભ છે. તે સાંભળી સેમ રાજાએ પર્વ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રિને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુરુષને કરવા યોગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું, અને તેના બદલામાં આઠ દ્રવ્ય ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારુ મંત્રીને મોકલ્યા. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેને કહ્યું કે, “જે બ્રાહ્યણ લેભથી મોહમાં સપડાઈને રાજા પાસેથી દાન લે, તે તમિસ્રાદિક ઘર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવ્યે ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાન ન લેવું. દસ કસાઈ સમાન કુંભાર છે. દસ કુંભાર સમાન કલાલ છે. દસ કલાલ સમાન વેશ્યા છે અને દસ વેશ્યા સમાન રાજા છે. એવાં સ્મૃતિનાં તથા પુરાણ આદિનાં વચનમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યો છે માટે હું રાજદાન નહીં લઉં.” પછી મંત્રીએ કહ્યું, “રાજા પોતાના ભુજાબળથી ન્યાયમાગે મેળવેલું સારું નાણું તમને આપશે, માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયે. તેથી રાજાએ ઘણું હર્ષથી બ્રાહ્મણને બેસવા સારુ આસન આપ્યું. પગ ધોઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાર્જલા આઠ દ્રમ્મ તેને દક્ષિણ તરીકે કોઈ ન જઈ શકે એવી રીતે તેની મૂઠીમાં આપ્યા. બીજા બ્રાહ્મણે તે જોઈ ચેડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપી બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી વિદાયગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણનું રાજાએ આપેલું ધન કેઈનું છ માસમાં, તે કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ, અન્ન, વસ્ત્ર આદિ કાર્યમાં વાપર્યા, તો પણ ન્યાયથી ઊપાજેલા તેથી ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાજિત ધન ઉપર સોમ રાજાની કથા છે.
દાન આપતાં થતી ચભંગી.
૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે, તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના વેગથી પ્રથમ ભાંગો થાય છે, એ પુણ્યાનુબંધિ પુણ્યનું કારણ હેવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org