________________
प्रथम दिन-कत्यप्रकाश।
[ ર૪ ]
રીતે આ લોકમાં તથા પરાકમાં લાભકારી છે. કેમકે–પવિત્ર પુરૂષ પોતાની શુદ્ધ ચાલચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે, પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે –
દેવ અને યશ શેઠનું દષ્ટાંત. દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા. કેઈ નગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલ તેમના જેવામાં આવ્યું. દેવકી સુશ્રાવક, પિતાના વ્રતને દઢ વળગી રહેશે અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનાર હોવાથી પાછા વળે. યશશ્રેણી પણ તેની સાથે પાછો વળ્યો, પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી.” એમ વિચારી તેણે દેવશ્રેણીની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા (દેવશ્રેણી) મહારા મિત્રને ધન્ય છે, કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તો પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગીદાર કરીશ.” આમ વિચારી યશÀછીએ કુંડલ છુપું રાખ્યું અને બીજે શહેરે જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરીયાણું ખરી અનુક્રમે બને છેકી પિતાને ગામે આવ્યા. લાવેલા કરીયાણાની વહેંચણી કરવાને અવસર આવ્યો ત્યારે ઘણું કરીયાણું જે દેવકીએ ઘણા આગ્રહથી તેનું કારણ પૂછયું. યશશ્રેણીએ પણ જે વાત હતી તે કહી. પછી દેવશ્રેણીએ કહ્યું. “અન્યાયથી મેળવેલું એ કેઈ પણ રીતે સંઘરવા યોગ્ય નથી, કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તો દૂધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પોતાનું ન્યાયથી ઉપજેલું ધન પણ એની સાથે અવશ્ય નાશ પામે છે.” એમ કહી દેવકીએ તે સર્વ અધિક કરિયાણું હતું તે જુદું કરી યશશ્રેણીને આપ્યું. “પિતાની મેળે ચાલ્યું આવેલું ધન કે મૂકે?” એવા લેભથી યશશ્રેષ્ઠી તે સર્વ કરીયાણું પોતાની વખારે લઈ ગયો. તે જ દિવસની રાત્રિએ ગેરેએ યશશ્રેણીની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાતકાળમાં કરીયાણાના ગ્રાહક ઘણા આવ્યા, તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવકીને લાભ થયે. પછી યશશ્રેષ્ઠી પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાઈને સુખ પામ્યા. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની કથા કહી છે. આ વિષય ઉપર લૌકિક શાસ્ત્રમાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે.
સમરાજાનું દૃષ્ટાંત. ચંપાનગરોમાં સેમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા ગ્ય
કર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org