________________
પ્રથમ -ચકારિ !
[ ૨૨૨ ].
કોઈની ઈર્ષ્યા ન કરવી. માટે ન્યાય કરનાર પંચાએ જ્યાં ત્યાં જે તે ન્યાય ન કરે. સાધમનું, સંઘનું, મહેટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તે ન્યાય કરે. તેમજ કોઈ જીવની સાથે મત્સર પણ ન કરે. લક્ષમીની પ્રાપ્તિ કર્માધીન છે, માટે નકામો મત્સર કરવામાં શું લાભ છે? તેથી બને ભવમાં દુઃખ પાત્ર થાય છે. અમે કહ્યું છે કે–જેવું બીજાને ચિંતવે, તેવું પોતે પામે. એમ જાણતાં છતાં કયો માણસ બીજાની લક્ષમીની વૃદ્ધિ જઈને મત્સર કરે ? તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુભિક્ષની, ઓષધમાં લાભ થવાને અર્થે રોગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી; કારણ કે, જેથી લેકે સંકટમાં આવી પડે એવી ઈચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યોગથી કદાચિત દક્ષિાદિ આવે તે પણ વિવેકી પુરૂષ “ઠીક થયું” એમ કહી અનુદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પોતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટૂંકમાં એક દષ્ટાંત છે, તે એ કે –
મન મલિન અંગે બે મિત્રોનું દૃષ્ટાંત. બે મિત્ર હતા, તેમાં એક વૃતની અને બીજો ચામડાની ખરીદી કરવા જતા હતા. માર્ગમાં એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ભેજન કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમને ભાવ જાણી છૂતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસારીને જમાડ્યા. બંને જણે ખરીદી કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસારી જમાડ્યા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું મન શુદ્ધ હતું તેને અંદર બેસાર્યો, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દાત કહ્યું છે.
उचिअं मुत्तण कलं, दव्वादिकमागयं च उक्करिसं ॥ निवडिअमविआणतो, परस्स संत न गिहिज्जा ॥ १॥
* એની વ્યાખ્યા –સો રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ દ્રવ્ય થાય.” એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા ધાન્યની ત્રમણી વૃદ્ધિ થાય તેટલો લાભ વિવેકી પુરુષે લે. તથા જે ગણિમ, પરિમાદિ વસ્તુનો સર્વત્ર કાંઈ કારણથી ક્ષય થઈ ગયે હોય, અને આપણી પાસે હોય તે તેનો ચઢતે ભાવે એટલે ઉત્કૃષ્ટ લાભ થાય તેટલે લેવો, પણ એ વિના બીજે લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org