________________
[ ૨૩૮ ]
श्राद्धविधिप्रकरण |
નારી જિલ્લા કલહ કલેશ કરવામાં નિપુણુ એવા દાંતાને અગ્રેસર કરી પેાતાનું કાર્ય સાધે છે. કાંટાના સંબંધ કર્યા વિના પ્રાય: નિર્વાહ થતા નથી. જુએ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય છે.
પ્રીતિ હૈાય ત્યાં લેણ-દેણ ન કરવી.
જ્યાં પ્રીતિ હાય ત્યાં દ્રવ્ય સબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઈચ્છા ન હાય ત્યાં દ્રવ્ય સંબંધ કરવા અને પેાતાની પ્રતિષ્ઠાના ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. સામનીતિને વિષે પણ કહ્યું છે કે-જ્યાં દ્રવ્યસબંધ અને સહવાસ એ એ હાય ત્યાં કલહ થયા વિના રહે નહીં. પેાતાના મિત્રને ઘેર પણ કાઈ સાક્ષી રાખ્યા વિના થાપણુ મૂકવી નહીં. તેમજ પેાતાના મિત્રને હાથે દ્રવ્ય માકલવુ પણ નહીં; કારણ કે—અવિશ્વાસ ધનનુ મૂલ છે અને વિશ્વાસ અનંનુ મૂલ છે. કહ્યુ છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ અને માણસા ઉપર વિશ્વાસ ન રાખવા, કારણ કે-વિશ્વાસથી ઉત્પન્ન થએલે! લય મૂળથી નાશ કરે છે. એવા કાણુ મિત્ર છે કે જે ગુપ્ત થાપણ મૂકી હાય તા તેના લેાલ ન કરે ? કહ્યું છે કે-શેઠ પાતાના ઘરમાં કાઇની થાપણુ આવી પડે ત્યારે તે પેાતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે “ જો એ થાપણના સ્વામી શીઘ્ર મરણ પામે તા તને માનેલી વસ્તુ આપીશ. ” વળી એમ પણ કહ્યુ` છે કે-ધન અનર્થનું મૂળ છે, પશુ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગૃહસ્થના નિર્વાહ કાઇ પણ રીતે થાય નહીં; માટે વિવેકી પુરુષે ધનનુ અગ્નિની પેઠે રક્ષણ કરવું. આ વિષય ઉપર ધનેશ્વર શ્રેણીનુ ઢષ્ટાંત નીચે આપ્યું છે.
ધનેશ્વર રોડનું દૃષ્ટાંત.
ધનેશ્વર નામે એક શેઠ હતેા. તેણે પાતાના ઘરમાંની સસાર વસ્તુ એકઠી કરી તેનુ રોકડું નાણું કરી એકેકનુ ક્રોક્રોડ સાનૈયા દામ ઉપજે, એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કાઈ ન જાણે તેવી રીતે પેાતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પેાતે ધન મેળવવા માટે પરદેશ ગયા. ત્યાં બહુ કાળ રહ્યા પછી દુદૈવના યાગથી એચિ’તી શરીરે માંદગી થઈ અને · મરણ પામ્યા. કહ્યું છે કે-પુરૂષ મુચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જૂદું જ ચિંતવે છે, અને દેવયાગથી કાંઈ જુદું જ થાય છે. ધનેશ્વર શ્રેણીના અંતસમય સમીપ આવ્યે ત્યારે પાસે સ્વજન સંબંધી હતા. તેમણે શ્રેષ્ઠીને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછ્યું. શ્રેષ્ઠીએ કહ્યું કે પરદેશે ઉપાર્જન કરેલું મહુ દ્રવ્ય છે, તા પણ તે જ્યાં ત્યાં વિખરાયેલુ હાવાથી મ્હારા પુત્રાથી તે લેવાય તેમ નથી; પણ મ્હારાં એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂક્યાં છે, તે મ્હારા શ્રી પુત્રાદિકને અપાવજો. ” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યા. પછી સ્વજનાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org