________________
-
-
પ્રથમ હિન-જીત્યા
[ ૨૩૨ ]
શુદ્ધ રાખવામાં જ સર્વ લાભ રહ્યો છે કહ્યું છે કે–લક્ષ્મીના અથી સારા માણસે ધર્મને તથા નીતિને અનુસરીને ચાલે તે તેમનાં સર્વ કાર્ય ધર્મથી જ સિદ્ધ થાય છે. ધર્મ વિના કોઈ પણ રીતે કર્મની સિદ્ધિ થતી નથી, માટે હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરો. તેથી ધનની વૃદ્ધિ થશે. અને તેટલામાં સાબિતિ થાય તે આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રની સ્ત્રીનાં એવાં વચનથી શ્રેષ્ઠીએ તેમ કરવા માંડયું.
વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા સુખે થઈ અને ગાંઠે ચાર તેલા સોનું થયું. પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખવાય તો પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તોલા સોના ઉપર લેડું મઢાવીને તેનું એક કાટલું પિતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “ કાંઈ ભક્ષ્ય વસ્તુ છે” એમ જાણું તે ગળી ગઈ. ધીરે તે માછલી પકડી ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીવરે તે કાટલું શ્રેષ્ઠીને આપ્યું. તેથી બ્રેકીને તથા તેના પરિવારનાં સર્વ માણસોને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયે. આ રીતે શ્રેષ્ઠીને બોધ થયે ત્યારે તે સમ્યફ પ્રકારે શુદ્ધ વ્યવહાર કરી હેટ ધનવાન થયો. રાજ દ્વારમાં તેને માન મળવા લાગ્યું અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયે કેતેનું નામ લીધાથી પણ વિઘ-ઉપદ્રવ ટળવા લાગ્યાં. હાલના વખતમાં પણ ચલાવનારા લોકે વહાણ ચલાવવાની વખતે “હેલા હેલા” એમ કહે છે તે સંભળાય છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે.
અવશ્ય ત્યાં જય પામે. વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં, તેમાં પણ પિતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વેર કરવું, અથવા તેમની થાપણ ઓળવવી એ તેમની હત્યા કરવા સમાન છે, માટે એ તથા બીજા મહાપાતકે વિવેકી પુરુષે અવશ્ય વજેવાં. કહ્યું છે કે–ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રેષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ એ ચાર કર્મચાંડાળ કહેવાય છે અને પાંચમે જાતિચાંડાળ જાણ. અહિં વિમોરાનો સંબંધ કહીએ છીએ, તે એ કે –
વિશ્વાસઘાત ઉપર વિશ્વમેરાનું દૃષ્ટાંત. વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે મેહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતે હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org