________________
[ ૨૨૪ ].
શ્રાવિધિવM .
એ સેવાધર્મ બહુજ કઠણ છે. જે પિતાનાથી ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પિતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય અને સુખપ્રાપ્તિને અર્થે દુઃખી થાય એવા સેવક કરતાં બીજે કણ મૂર્ખ હશે ?
પારકી સેવા કરવી તે જાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લોકોએ બરાબર વિચાર કર્યો જણાતું નથી, કારણ કે, શ્વાન ધણીની ખુશામત માથું નમાવી નમાવીને કરે છે ત્યારે માણસને બહુ બહુ કરવું ને સહેવું પડે છે, માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે. એમ છતાં પણ બીજી કોઈ રીતે નિર્વાહ કરે. કેમકે હેટે શ્રીમાન હોય તેણે વ્યાપાર કરે, અલ્પ ધનવાન હોય તેણે ખેતી કરવી અને સર્વ ઉદ્યમ જ્યારે ખૂટી પડે ત્યારે છેવટ સેવા કરવી.
સેવા કોની કરવી ? સમજુ, ઉપકારનો જાણ તથા જેનામાં બીજા એવાજ ગુણ હોય, તે ધણુની સેવા કરવી કેમકે–જે કાનને કાચો ન હોય, તથા શૂરવીર, કરેલા ઉપકારને જાણુ, પિતાનું સત્વ રાખનારે, ગુણ, દાતા, ગુણ ઉપર પ્રતિ રાખનારો એવો ધણું સેવકને ભાગ્યથી જ મળે છે. કુર, વ્યસની, લોભી, નીચ, ઘણા કાળને રેગી, ભૂખ અને અન્યાયી એવા માણસને કદિ પણ પિતાના અધિપતિ ન કરે. જે માણસ અવિવેકી રાજા પાસેથી પિતે અદ્ધિવંતા થવાને ઈરછે છે, તે પંગુ છતાં પોતાને અદ્ધિ પ્રાપ્ત થવાને અર્થે સો યોજન પગે જવાની ધારણા કરે છે, અર્થાત તે નકામી એમ સમજવું. કામદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે–વૃદ્ધ પુરૂષોની સમ્મતિથી ચાલનાર રાજા પુરૂષોને માન્ય થાય છે, કારણ કે, ખરાબ ચાલના
કે કદાચિત તેને બેટે માર્ગે દોરે, તો પણ તે જાય નહીં. ધણુએ પણ સેવકના ગુણ પ્રમાણે તેને આદરસત્કાર કરવો જોઈએ. કહ્યું છે કે-જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકોને સરખી પંક્તિમાં ગણે ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવકોનો ઉત્સાહ ભાગી જાય છે.
સેવકે પણ પોતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જ જોઈએ. કેમકેસેવક ઘણી ઉપર ઘણું પ્રીતિ રાખનારો હોય, તે પણ તે જે બુદ્ધિહીન અને કાયર હોય તો તેથી ધણીને શું લાભ થવાને ? તથા સેવક બુદ્ધિશાળી અને પરાક્રમી હોય, તે પણ તે જે ધણી ઉપર પ્રીતિ રાખનારે ન હોય તે તેથી પણ શું લાભ થવાને? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું, અને પ્રતિ એ ત્રણ ગુણ હોય, તેજ રાજાના સંપતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયોગી થઈ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણ ન હોય, તે સેવક સ્ત્રી સમાન સમજવા. કદાચિત રાજા પ્રસન્ન થાય તે તે સેવકને માનપત્ર આપે છે, પણ સેવકે તે તે માનના બદલામાં વખતે પોતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org