________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૭ ]
વતિને થાઉં. હવે કદાચિત બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમકિતના પચ્ચખાણમાં “વિજીલંતા” એવો આગાર રાખ્યો છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે છેડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે, તો મિથ્યાષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઈત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કપવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે માણસ જ્યાં સૂધી મહેડેથી “આપ” એવો શબ્દ બોલે નહીં, એટલી માગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજજા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણુ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તે રૂ કરતાં પણ હલકો છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એ ભય રહે છે કે, હું એને (યાચકને) લઈ જઉં તે મારી પાસે એ કાંઈ માગશે, રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે. ભિક્ષા માગીને નિર્વાહ કરનારો માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિદ્રા લેનારે હેવાથી જગતમાં તદ્દન નકામે થાય છે. વળી એમ પણ વાત કહેવાય છે કે –
• ભીક્ષાનું ખાવાથી થતા અનર્થ કઈ કાપાલિકના ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે મહતું ઘાલ્યું ત્યારે ઘણે કોલાહલ કરીને કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણી ભિક્ષા મળશે, પણ એ બળદે ભિક્ષાના વાસણમાં હેડું ઘાલ્યું, તેથી રખેને એનામાં ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવેથી, આ નકામે થઈ પડે માટે મને બહુ દિલગીરી થાય છે.
ભિક્ષાના ત્રણ ભેદ.
શ્રીહરિભદ્રસૂરિએ પાંચમાં અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે એ કે–તત્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org