________________
[ ૧૮ ]
श्राद्धविधिप्रकरण ।
ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકપ્રશસિમાં કહ્યું છે કે–પ્રથમથી જ પચ્ચખાણ વગેરે લેવાના પરિણામ હોય, તે પણ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આજ્ઞા પળાય છે અને કર્મના ક્ષપશમની વૃદ્ધિ થાય છે. એમજ દિવસના અથવા ચાતુર્માસના નિયમ આદિ પણ વેગ હોય તે ગુરૂ સાક્ષિએજ ગ્રહણ કરવા.
અહિં, પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસે બાણું પ્રતિદ્વાર સહિત દ્વાદશાવર્ત વંદનની વિધિ તથા દશ પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને એવું પ્રતિકાર સહિત પચ્ચખાણ વિધિ પણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી જાણું લેવી. પચ્ચખાણનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
પચ્ચખાણનું ફલ. હવે પચ્ચખાણના ફળ વિષે કહીએ છીએ. ધમિલકુમાર છ માસ સુધી આંબિલ તપ કરી હેટા શ્રેષ્ઠીઓની, રાજાઓની અને વિદ્યાધરની બત્રીશ કન્યા પર, તથા ઘણી વૃદ્ધિ પામ્યું. એ ઈહલોકમાં ફળ જાણવું. તથા ચાર હત્યા આદિને કરનાર દઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુક્તિ જનારો થયો. એ પરલોકનું ફળ જાણવું. કહ્યું છે કેપચ્ચખાણ કરવાથી આશ્રવ દ્વારને ઉછેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણને ઉછેદ થાય છે. તૃષ્ણના ઉચછેદથી માણસોને ઘણે ઉપશમ થાય છે. ઘણા ઉપશમથી પચ્ચખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તી થાય છે. ચારિત્રધર્મની પ્રાણીથી કર્મનો ક્ષય થાય છે. કર્મના ક્ષયથી શ્રપકણિને પ્રારંભ થાય છે અને તેથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયાથી સદાય સુખનું દાતાર એવું મેક્ષ મળે છે.
ગુરૂ પાસે કેમ બેસવું? પછી શ્રાવકે સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને વંદન કરવું. જિનમંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય તે, તેમને સારી પેઠે આદરસત્કાર સાચવ અને વળી ગુરૂને જોતાં જ ઊભા થવું. સામા આવતા હોય તે સન્મુખ જવું. બે હાથ જોડી માથે અંજળિ કરવી. પિતે આસન આપવું. ગુરૂ આસને બેઠા પછી પિતે આસને બેસવું. ગુરૂને ભકિતથી વંદના કરવી. ગુરૂની સેવાપૂજા કરવી, અને ગુરૂ જાય તેમની પાછળ જવું. એ રીતે સંક્ષેપથી ગુરૂને આદરસત્કાર જાણ. તેમજ ગુરૂની બે બાજુએ મુખ આગળ અથવા પૂઠે પણ ન બેસવું. ગુરૂને સાથળને પોતાના સાથળ લગાડીને તેમની પાસે ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા બાહુની પલાંઠી વાળીને અથવા પગ લાંબા કરીને પણ ન બેસવું. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે-પલાંઠી વાળવી, ઓઠિગણું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, ઘણું હસવું એટલાં વાનાં ગુરૂ પાસે વર્જવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org