________________
[૨૦૨ ]
મયિકાના.
શુક પરિવ્રાજકા–“હે ભગવાન! *સરિસવય ભય છે, કે અભય છે?” થાવસ્થાપુત્ર–“હે શુક પરિવ્રાજક! સરિસવય ભય છે, અને અભક્ષ્ય પણ છે. તે આ રીતે – સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિતવય (શર્ષ, શર્શવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય સાધુઓને અભક્ષ છે, ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા. શસ્ત્ર પરિણમેલાથી સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અબાસુક. પ્રાસુક સરિસવાય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ બે પ્રકારના છે. એક એષણય અને બીજા અનેષણય. એષણય સરિસવાય પણ બે પ્રકારના છે. એક લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્રપરિણમેલા, અપ્રાસુક, અજાત, અનેષણય અને અલબ્ધ એટલા પ્રકારના અભય છે, અને બાકી રહેલા સર્વ પ્રકારના ધાન્ય સરિસવય સાધુઓને ભક્ષ્ય છે. એવી રીતે જ કુલત્વ અને માસ પણ જાણવા. તેમાં એટલે જ વિશેષ કે માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ (મહિનો), બીજો અર્થ માસ (સોના રૂપાના તોલમાં આવે છે તે) અને ત્રીજે ધાન્યમાસ (અડદ).
એવી રીતે થાવગ્ગાપુત્ર આચાર્યે બેધ કર્યો ત્યારે પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવગ્ગાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા, પછી શુક્રાચાર્યે શેલકપુરના શેલક નામે રાજાને તથા તેના પાંચ મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પોતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસે શિષ્યની સાથે વિચારવા લાગ્યા. એટલામાં હમેશાં લખો આહાર ખાવામાં આવવાથી શેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા, ત્યાં તેમને ગૃહસ્થપણાને પુત્ર મંદુક રાજા હતો, તેણે તેમને પોતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધનો અને પચ્ચને સારો વેગ મળવાથી શેલક મુનિરાજ રોગ રહિત થયા, તે પણ સ્નિગ્ધ આહારની
* “સિવ" આ માગધી શબ્દ છે. વદરાવા” અને “સર્ષ” એ બે સંસ્કૃત, શબ્દનું માગધીમાં “શિવા” એવું રૂપ થાય છે. સદશય એટલે સરખી ઉમરને અને સર્વપ એટલે સરસવ.
૧ “કુરા ” શબ્દ માગધી છે. “કુલ” (કલથી) અને “કુલસ્થ” એ બે સંસ્કૃત શબ્દોનું “કુલત્ય” એવું માગધીમાં એક જ રૂપ થાય છે.
૨ માસ (મહિને), માષ (અડદ) અને માસ (તલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “બાર ” એવું એક જ રૂપ થાય છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org