________________
[ ૨૧૪ ].
श्राद्धविधिप्रकरण ।
નહીં તો “ઘર દેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠના દ્રવ્યથી ન કરી” એમ થાય અને અનાદર, અવજ્ઞા આદિ દેષ પણ લાગે. એમ થવું નથી.
પિતાના શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ગમે તેટલે દ્રવ્યવ્યય કરે છે. માટે જિનમંદિરે જિનપૂજા પણું શક્તિ પ્રમાણે પોતાના દ્રવ્યથી જ કરવી પણ પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલી નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી કારણ કે, તેમ કરવાથી ઉપર કહેલા દોષ આવે છે તેમજ જિનમંદિરે આવેલી નૈવેદ્ય, ચેખા, સોપારી આદિ વસ્તુની પોતાની વસ્તુની માફક સંભાળ લેવી. સારું મૂય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ રખડતી રાખવી નહીં કારણ કે, તેમ કરવાથી દેવદ્રવ્યને વિનાશ આદિ કર્યાને દોષ આવે છે. સર્વ પ્રયત્નથી રક્ષણ આદિ ફીકર કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદિના ઉપદ્વવથી દેવદ્રવ્યાદિકનો નાશ થઈ જાય, તે સારસંભાળ કરનારને માથે કાંઈ દેષ નથી, કારણ કે, અવશ્ય થનારી વાત ભવિષ્ય આગળ કઈને ઉપાય નથી.
પારકું દ્રવ્ય ન વાપરવું. યાત્રા-તીર્થની અથવા સંઘની પૂજા, સાધમિક વાત્સલય, સ્નાત્ર, પ્રભાવના, પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મમાં જે બીજા કોઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરુષોને સાક્ષી રાખીને લેવી અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરુ, સંઘ આદિ લેઓની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ યથાસ્થિત કરી દેવું, એમ ન કરે તો દેષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સાત્ર, વજારોપણ, પહેરામણ આદિ અવશ્ય કરવા ગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવા અને તેમાં બીજા કેઈનું દ્રવ્ય ભેગું ન લેવું.
ઉપર કહેલાં ધર્મ ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કેઈએ ધર્મમાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ગ, અંગપૂજા આદિ કૃત્યોમાં સર્વની સમક્ષ જૂઠું વાપરવું. જ્યારે ઘણા ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધાર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ કૃત્ય કરે ત્યારે જેનો જેટલો ભાગ હોય, તેનો તેટલો ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા ચારી આદિને દેષ માથે આવે.
પુણ્યાર્થે કાઢેલું દ્રવ્ય કેમ વાપરવું? તેમજ માતા પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે, ત્યારે જે તેને પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં છતાં ગુરૂ તથા સાધર્મિક વગેરે સર્વ લેકોની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના કરે.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ લેકે જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org