________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૧૮ ].
હતે. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયે. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરામણીનું હવ્ય આપવાનું કબૂલ કર્યું. જૂદા જૂદા કામમાં વળી જવાથી તેનાથી કબૂલ કરેલું દેવદ્રવ્ય શીવ્ર અપાયું નહી. એક સમયે દુર્દેવથી તેના ઘર ઉપર ધાડ પડી. શસ્ત્રધારી ચેરેએ ઘરમાં હતું તેટલું સર્વ દ્રવ્ય લૂંટી લીધું, અને “શેઠ આગળ જતાં આપણે રાજદંડ વગેરે કરાવશે” એ મનમાં ભય ઉત્પન્ન થવાથી તેમણે શસ્ત્રપ્રહારથી રૂષભદત્ત શ્રેણીને પ્રાણ લી. રૂષભદત્તનો જીવ મરણ પામી તેજ મહાપુર નગરમાં નિર્દય, દરિદ્રી અને કૃપણ એવા એક પખાલીના ઘરે પાડો થયે. તે નિત્ય જળાદિક ભાર ઘેર ઘેર ઉપાડે છે. તે નગર ઊંચું હતું, અને નદી ઘણી ઊંડાણમાં હતી. તેથી ઊંચી ભૂમિ ચઢવાની, અહોરાત્ર ભાર ઉપાડવાને અને આકરી સુધા તથા પીઠ ઉપર પડતો માર સહવાને. એવા એવા કારણથી તે પાડાએ ઘણુ કાળ સુધી મહાવેદના સહન કરી. એક દિવસે નવા બનાવેલા જિનમં. દિરને કેટ બંધાતું હતું, તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા આદિ જઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે કોઈ પણ રીતે જિનમંદિર છોડીને જાય નહીં. પછી પૂર્વભવના પુત્રએ જ્ઞાની ગુરૂના વચન ઉપરથી ભીસ્તીને દ્રવ્ય આપીને પાડાને છોડાવ્યું, અને તેણે પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય આપવા કબૂલ કર્યું હતું, તે કરતાં હજારગણું દ્રવ્ય આપી પૂર્વભવના પિતાના પિતાને ઋણમાંથી મુકત કર્યો. પછી તે પાડો અનશન કરી સ્વર્ગે ગયો અને અનુક્રમે મુકિત પામે. આ રીતે દેવદ્રવ્યાદિ આપતાં વિલંબ કરવા ઉપર રૂષભદત્ત શ્રેષ્ઠીનું દષ્ટાંત કહ્યું
આમ કબૂલ કરેલું દેવાદિદ્રવ્ય ક્ષણમાત્ર પણ ઘરમાં ન રાખવું. વિવેકી પુરૂષે બીજા. કેઈનું દેવું હોય, તો પણ વ્યવહાર સાચવવાને અર્થે આપવાને વિલંબ નથી લગાડતા તો પછી દેવાદિવ્ય આપવાને વિલંબ શી રીતે લગાડાય? તે કારણ માટે દેવ, જ્ઞાન, સાધારણ આદિ ખાતામાં, માલ, પહેરામણ વગેરેનું જેટલું દ્રવ્ય જે ખાતે આપવા કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય તે ખાતાનું થયું. માટે તે શી રીતે ભેગવાય? અથવા તે રકમથી ઉત્પન્ન થયેલું વ્યાજ આદિ પણ શી રીતે લેવાય? કારણ કે, તેમ કરે તે ઉપર કહે દેવાદિ ચૅપગને દોષ માથે આવે, માટે દેવાદિકનું દ્રવ્ય તત્કાળ આપવાનું ન બની શકે, તેણે પ્રથમથી જ પખવાડિયાની અથવા અઠવાડિયાની મુદત બાંધવી, અને મુદતની અંદર ઉઘરાણીની વાટ ન જોતાં પોતેજ આપી દેવું. મુદત વીતી જાય તે દેવાદિપગને દેષ લાગે. દેવદ્રવ્યાદિકની ઉઘરાણી પણ તે કામ કરનાર લોકોએ પિતાના પિસાની ઉઘરાણીની માફક તાબડતોબ અને બરાબર મન દઈ કરવી. તેમ ન કરે અને આળસ કરે તે વખતે દુદેવના યુગથી દુભિક્ષ, દેશને નાશ, દારિદ્ર પ્રાપ્તિ ઈત્યાદિક થાય, તે પછી ગમે તેટલું કરે તે પણ ઉઘરાણી ન થાય અને તેથી મોટો દોષ લાગે. આ વિષય ઉપર એવું દ્રષ્ટાંત છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org