________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૭૨ ]
ભૂમિ પર પાડવા, જેમ તેમ મૂકવા, અવગણના કરવી વિગેરેથી મધ્યમ આશાતના સમજવી ૩ સ્થાપનાચાર્ય ગુમાવે, ભાંગે તે ઉત્કૃષ્ટ આશાતના સમજવી.
એવી રીતે જ્ઞાનના ઉપકરણની પેઠે દર્શન ચારિત્રના ઉપકરણની આશાતના પણ વર્જવી. જેમકે, રજોહરણ (એ), મુહપત્તિ, દાંડે, દાંડી પ્રમુખ પણ જવાનાળાત્તિ “અથવા જ્ઞાનાદિક ત્રણના ઉપકરણે પણ સ્થાપનાચાર્યને સ્થાનકે સ્થપાય” જે વધારે રાખે તે આશાતના થાય માટે યથાગ્યજ રાખવાં વધારે નહીં, તેમજ જેમ તેમ રખડતાં મૂકવાં નહીં, કેમકે રખડતાં મૂકતાં આશાતના લાગે છે અને તેની પાછી આલયણ લેવી પડે છે. જે માટે મહાનિશીથસૂત્રમાં કહેલું છે કે “અવિધિથી ઉપર ઓઢવાને કપડે (કપડું ), રજોહરણ, દાંડે, જે વારે તે ઉપવાસની આયણ આવે છે.” માટે શ્રાવકે ચલે, મુહપત્તિ પ્રમુખ વિધિપૂર્વકજ વાપરવાં, અને વાપરીને પાછાં ગ્ય સ્થાનકે રાખવાં. જે અવિધિએ વાપરે અથવા જ્યાં ત્યાં રખડતાં મૂકે તો ચારિત્રના ઉપકરણની અવગણના કરી કહેવાય અને આશાતના લાગે વિગેરે દેષની ઉત્પત્તિ થાય, માટે વિવેકપૂર્વક વિચાર કરી વાપરવાં.
ઉત્સુત્ર ભાષણ આશાતના વિષે આશાતનાના વિષયમાં ઉસૂત્ર (સૂત્રમાં કહેલા આશયથી વિરૂદ્ધ) ભાષણ કરવાથી અરિહંતની કે ગુરૂની અવગણના કરવી એ મોટી આશાતનાઓ અનંત સંસારને હેતુ છે. જેમકે ઉસૂત્ર પ્રરૂપણાથી સાવઘાચાર્ય, મરિચી, જમાલિ, કુળવાલક સાધુ વિગેરે ઘણા જીએ સંસાર વધાર્યો છે. વળી કહ્યું છે કે ઉત્સવના ભાષકને બધિબીજનો નાશ થાય છે અને અનંત સંસારની વૃદ્ધિ થાય છે, માટે પ્રાણ જતાં પણ ધીર પુરૂષો ઉસૂત્ર વચન બોલતા નથી. તીર્થકર, પ્રવચન (જેનશાસન), જ્ઞાન, આચાર્ય, ગણધર, મહદ્ધિક એની આશાતના કરતાં પ્રાણ ઘણું કરીને અનંત સંસારી થાય છે.
દેવદ્રવ્યાદિને નાશ-આશાતના કરવાનું ફળ. એવી જ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્ય તથા ગુરુદ્રવ્ય, વસ્ત્રપાત્રાદિકને નાશ કરવાથી કે તેની ઉપેક્ષા કરવાથી પણ મોટી આશાતના થાય છે. કહેલું છે કે- દેવદ્રવ્યનો વિનાશ કરે, સાધુને ઘાત કરે, જેન શાસનની નિંદા કરાવે, સાધ્વીનું ચોથું વ્રત ભંગાવે તો તેના બે ધિલાભ( ધર્મની પ્રાપ્તિ)રૂપ મૂળમાં અગ્નિ લાગે છે. દેવદ્રવ્યાદિકને નાશ ભક્ષણ કરવાથી કે અવગણના કરવાથી સમજ.
શ્રાવકદિનકૃત્ય અને દર્શનશુદ્ધિ પ્રકરણમાં તે એમ કહેવું છે કે –
દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યને મોહિત મતિવાલો દૂભવે છે તે કાં તો ધર્મને જાણતા નથી અને કાં તો તેણે નારકીનું આયુષ્ય બાંધેલું હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org