________________
[૨૮૨]
श्रावविधिप्रकरण।
આપીને વૃદ્ધિ વિધિપૂર્વક કરવી. જેમ તેમ અથવા વગર દાગીના રાખે કે પંદર કર્માદાનના વ્યાપારના કરનારને આપી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી નહીં. જે માટે શાસ્ત્રકારે લખેલ છે કે,
જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ખંડન જેમાં થાય એવી રીતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા પણ કેટલાક મૂર્ખ મોહમાં મુંઝાએલા અજ્ઞાની જ ભવસમુદ્રમાં ડૂબે છે.
કેટલાક આચાર્ય તો એમ કહે છે કે, શ્રાવક વગર બીજા કોઈને દેવદ્રવ્યની દ્રવ્યનું ધીરવું હોય તો સમાન અથવા અધિક મૂલ્યવાળા દાગીના રાખીને જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, ઉચિત છે. વળી સમ્યકત્વ પચીસીની વૃત્તિમાં આવેલી શંકાસ શેઠની કથામાં પણ દાગીના ઉપર દેવદ્રવ્ય વૃદ્ધિ કરવાનું લખેલ છે.
દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાંત. સાકેતપુર નામના નગરમાં અરિહંતને ભકત એ સાગરશ્રેણી નામને એક સુશ્રાવક રહેતા હતા. ત્યાંના બીજા સર્વ શ્રાવકોએ સાગરશ્રેણીને સુશ્રાવક જાણ સર્વ દેવદ્રવ્ય સેપ્યું, અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય આપતા રહેજે.” પછી સાગરણીએ લેભથી દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદિ ઘણી ચીજો વેચાતી લઈ મૂકી, અને તે સૂતાર વગેરેને રોકડનાણું ન આપતાં તેના બદલામાં ધાન્ય, ગોળ, ઘી આદિ વસ્તુ મેંઘે ભાવે આપે, અને એમ કરતાં લાભ મળે તે પિતે રાખે. એમ કરતાં તેણે રૂપિયાના એંશીમા ભાગરૂપ એક હજાર કાંકણને લાભ લીધે, અને તેથી મહાઘેર પાપકર્મ ઉપાર્યું. તેની આલોચના ન કરતાં મરણ પામી સમુદ્રની અંદર જળમનુષ્ય થયું. ત્યાં જાત્ય રત્નના ગ્રાહકોએ જળના અને જલચર જીવોના ઉપદ્રવને ટાળનાર અંડલિકાનું ગ્રહણ કરવાને અર્થે તેને વજઘરમાં પડ્યો. તે મહાવ્યથાથી મરણ પામી ત્રીજી નરકે નારકી થયે. વેદાંતમાં પણ કહ્યું છે કે-દેવદ્રવ્યથી તથા ગુરુ દ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઈહલેકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે. નરકમાંથી નીકળીને પાંચસે ધનુષ્ય લાંબે મહામસ્ય થો. તે ભવે કઈ àછે તેના સવાંગે છેદ કરી મહાકદર્થના કરી. તેથી મરણ પામી ચાથી નરકે નારકી થયે. એમ એકેક અથવા બે બે ભવ વચ્ચે કરીને સાતે નરકમાં બે બે વાર ઉત્પન્ન થયે. પછી તે સાગરશ્રેણીના જીવે એક હજાર કાંકણ જેટલા દેવદ્રવ્યને ઉપભેગ કર્યો હતો, તેથી લાગટ તથા આંતરાથી શ્વાન, ભૂંડ, ભેંસ, બેકડે, ઘેટા, હરિણ સસલ, સાબર, શિયાળિયે, બિલાડી, ઉંદર, નેળિયે, કેલ, ગિરોલી, સાપ, વીંછી, વિણાના કૃમિ, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળ, કીડી, કીડા, પતંગ, માખી, મરે, મચ્છર, કાચબ, ગર્દભ, પાડા, બળદ, ઉંટ, ખચ્ચર, ઘોડે, હાથી વગેરે જીવનિમાં પ્રત્યેક જીવનિએ એકેક હજાર વાર ઉત્પન્ન થઈ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં પૂરા કર્યા. પ્રાયે સર્વ ભવે શસઘાત આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org