________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૭૭ ]
“વિષયરૂપ વિષથી મોહિત થઈ ગયેલા દેવતા પણ દેવાલયમાં કોઈ પણ વખતે અપ્સરાઓની સાથે હાસ્યવિદ પણ, આશાતના થવાના ભયથી કરતા નથી.”
ગુરૂની તેત્રીશ આશાતના. ૧ ગુરૂની આગળ ચાલે તે આશાતના થાય, કેમકે માર્ગ દેખાડવા વિગેરે કોઈ પણ કામ
વિના ગુરૂની આગળ ચાલવાથી અવિનયને દોષ લાગે છે, માટે યોગ્ય નથી. - ૨ ગુરૂના બે પાસે બબર ચાલે તો અવિનયીજ ગણાય માટે આશાતના થાય છે. ૩ ગુરૂની નજીક પછવાડે ચાલતાં પણ ખાંસી, છીંક વગેરે આવે તો તેમાંથી ઉછળેલા
સલેખમ બળખાને છાંટે ગુરૂને લાગવાની દેષને સંભવ થવાથી આશાતના થાય છે. ૪ ગુરૂને પીઠ કરી બેસે તે અવિનય દોષ લાગવાથી આશાતના સમજવી. ૫ ગુરૂને બે પડખે બરબર બેસે તે પણ અવિનયને દેષ લાગવાથી આશાતના સમજવી. ૬ ગુરૂની પાછળ બેસવાથી થુંક બળખાના દોષનો સંભવ હોવાથી આશાતના થાય છે. ૭ ગુરૂની આગળ ઊભા રહે તે દર્શન કરનારને અડચણ થવાથી આશાતના સમજવી. ૮ ગુરૂની બે બાજુમાં ઊભા રહેવાથી સમાસન થાય તે અવિનય છે માટે આશતના સમજવી. ૯ ગુરૂની પાછળ ઊભા રહેવાથી થુંક બળ લાગવાનો સંભવ થવાથી આશાતના થાય છે. ૧૦ આહારપાણ કરતાં ગુરૂથી પહેલાં ચળું કરી ઊઠી જાય તે આશાતના ગણાય. ૧૧ ગુરૂથી પહેલાં ગમનાગમનની આયણ લે તે આશાતના સમજવી. ૧૨ રાતે સૂતા પછી ગુરૂ બોલે કે, કેઈ જાગે છે ? એમ પૂછે થકે પોતે કાંઈક જગતે
હોય પણ આળસથી ઉત્તર ન અપાય તે આશાતના લાગે. ૧૩ ગુરૂ કાંઈક કહેતા હોય તે પહેલાં પિતે બોલી ઊઠે તે આશાતના લાગે. ૧૪ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને કહી પછી ગુરૂને કહે તે આશાતના લાગે. ૧૫ આહારપાણી લાવી પ્રથમ બીજા સાધુઓને દેખાડી પછી ગુરૂને દેખાડે તે આશા
તના સમજવી. ૧૬ આહારપાણની નિમંત્રણ પ્રથમ બીજા સાધુઓને કરી પછી ગુરૂને કરે તે આશા
તના લાગે. ૧૭ ગુરૂને પૂછયા વિના પોતાની મરજીથી સ્નિગ્ધ મધુર આહાર બીજા સાધુને આપે તે
આશાતના લાગે. ૧૮ ગુરૂને આપ્યા પછી નિગ્ધાદિક આહાર વગર પૂછે ભોજન કરી લે તો આશાતના લાગે. ૧૯ ગુરૂનું છેલ્લું, સાંભળ્યું અણસાંભળ્યું કરી જવાબ ન આપે તે આશાતના સમજવી. ૨૦ ગુરૂના સામે કઠણ કે ઉચ્ચ સ્વરથી બેલે–જવાબ આપે તે આશાતના લાગે. ૨૧ ગુરૂએ બોલાવ્યા છતાં પણ પિતાને સ્થાનકે જ બેઠાં ઉત્તર આપે તો આશાતના લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org