________________
[ ૨૦૮ ]
શ્રાવિધિપ્રજાના
દ્રાક્ષનું પાણી તે પાણી (પાન), અને ગોળ વિગેરેને સ્વાદિમ એમ સિદ્ધાંતમાં કહેલ છે તો પણ તૃપ્તિ કરનાર હેવાથી વાપરવાની આજ્ઞા નથી આપી.
સ્ત્રીસંગ કરવાથી ચવિહાર ભાંગતો નથી પણ બાળક પ્રમુખના હોઠના ચર્વણથી ચોવિહાર ભાગે છે. દુવિહારવાળાને કપે છે. કેમકે, પચ્ચખાણ જે છે તે લેમ આહાર(શરીરની ત્વચાથી શરીરમાં આહારનું પ્રવેશ થવું) થી નથી પણ ફક્ત કવળ આહાર (કળીયા કરી મુખમાં આહાર પ્રવેશ કરાવાય છે તે) નું જ પચકખાણ કરાય છે. જે એમ ન હોય તે ઉપવાસ, આંબિલ અને એકાસણમાં પણ શરીર ઉપર તેલ મર્દન કરવાથી કે ગાંઠ ગુમડા ઉપર આટાની પોટીસ પ્રમુખ બાંધવાથી પણ પચકખાણ ભંગ થવાને પ્રસંગ આવશે, પણ તે તો વ્યવહાર નથી. વળી લેમ આહારને તે નિરંતર સંભવ થયા જ કરે છે, ત્યારે પચ્ચખાણ કરવાના અભાવને પ્રસંગ આવશે.
અણહાર ચીજોના નામ, લીંબડાનું પંચાંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને છાલ), પિસાબ, ગળે, કડુ, કરિયાતું, અતિવિષ, કુડે, ચીડ, ચંદન, રાખ, હળદર, હિણું (એક જાતની વનસ્પતિ છે), ઊપલેટ, ઘોડા, વજ, ત્રિફળા, બાવળીઆની છાલ (કેઈક આચાર્ય કહે છે), ધમાસે, નાવ્ય (કેઈક દવા છે), આસંઘ, રીંગણું (ઉભી બેઠી), એળીયે, ગુગળ, હરડેદળ, વણ (કપાસનું ઝાડ), બેરડી, કેથેરી, કેરડા મૂળ, jઆડ, બેડડી, આછી, મજીઠ, બળ, બીઓ (કાષ્ઠ), કુંઆર, ચિત્રો, કંદરૂક, વિગેરે કે જેનો સ્વાદ મુખને ગમે નહીં એ હોય તે અણહાર જાણવાં, તે ચઉવિહારમાં પણ રોગાદિક કારણે વાવરવાં કપે છે. કપની વૃત્તિના ચોથા ખંડમાં કહેલ છે કે–
| સર્વથા એકલે જે ભૂખને શમાવે તેને આહાર કહે છે. તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનો છે. તથા તે આહારમાં લૂણ વિગેરે જે નંખાય તે પણ આહાર કહેવાય છે.
કૂર (ભાત) સર્વ પ્રકારે સુધા શમાવે છે, છાસ મદિરારિક તે પાન (પાણી), ખાદિમ તે ફળ માંસાદિક, સ્વાદિમ તે મધ, એ ચાર પ્રકારનો આહાર સમજો.
વળી ક્ષુધા શમાવવા અસમર્થ આહારમાં મળેલ કે નહીં મળેલ હોય એવાં જે લુણ, હીંગ, જીરૂં વિગેરે સર્વ હોય તે આહાર સમજવાં.
પાણીમાં કપુરાદિક, કેરી વિગેરે ફળમાં, સુત્ત આદિ અને સુંઠમાં ગોળ નાંખેલ હોય તે કાંઈ સુધા શમાવી શકતાં નથી પણ આહારને ઉપકાર કરનાર હોવાથી આહારમાં ગણવેલ છે.
૧. તિવિહાર પણ ઓષ્ઠચર્વણથી ભાગે છે. ૨. ગોળને વિકાર, ઢલ ગોળ, ઉકાળેલો શેરડીનો રસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org