________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ પ
].
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરી કહ્યું કે, “હે દેવ! જ્યારે તને યાદ કરૂં ત્યારે તું પાછો આવી જે હું કહું તે હારું કાર્ય કરજે.”
પછી તે દેવ “એ ધર્મદત્ત અદભુત ભાગ્યને નિધિ ખરો. કારણ કે, એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધો.” એમ કહેતો ધર્મદત્તનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જતો રહ્યો. પછી મને હવે મહારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?” એવા વિચારમાં છે. એટલામાં તેણે પિતાને પિતાના મહેલમાં જોયો. ત્યારે ધર્મદરે વિચાર્યું કે, “હમણાં મેં દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તો પણ તેણે પોતાની શક્તિથી મને મહારે સ્થાનકે લાવી મૂકો. અથવા પ્રસન્ન થએલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?” હવે ધર્મદા રાજપુત્રે પિતાના મેળાપથી માબાપને, બીજા સગાવહાલાને તથા પોતાના ચાકરોને આનંદ પમાડ. પુણ્યને મહિમા અદ્દભુત છે. પછી રાજપુત્રે પારણાને અર્થે ઘણું ઉત્સુકતા ન રાખતાં જિનપ્રતિમાની પૂજા તે દિવસે પણ વિધિસર કરી, અને તે પછી પારાણું કર્યું ધર્મનિષ પુરૂષોને આચાર ઘણે આશ્ચર્યકારી હોય છે.
હવે તે ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાઓમાં આવેલા દેશના ચાર રાજાઓની સર્વેને માન્ય એવી ઘણું પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઈ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, બીજીનું ધર્મમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને જેથીનું ધર્મણ. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા, તે ચારે કન્યાઓ વખત જતાં તરુણ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીએ જ પિતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવી રીતે તેઓ દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું કથાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઈને જાતિસ્મરણ જ્ઞાન પામી. તેથી “જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભેજન કરવું ન કપે.” એવો નિયમ લઈ હમેશાં જિનભક્તિ કરતી રહી. વળી તે ચારે કન્યાઓએ એક દિલ થઈ એવો નિયમ કર્યો કે, “આપણું પૂર્વભવને મિલાપી ધનને મિત્ર જ્યારે મળે ત્યારે તેને જ આપણે વરીશું. અને બીજા કોઈને વરીશ નહીં. તે જાણે પૂર્વ દેશના રાજાએ પિતાની પુત્રી ધર્મપતિને અર્થે મોટો સવયંવર મંડપ કરાવ્યું, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજધર રાજાને આમંત્રણ આપ્યું હતું તો પણ ધર્મદત્ત ત્યાં ગયે નહીં, કારણ કે તેણે વિચાર્યું કે કયાં ફળ પ્રાપ્તિ થાય કે નહીં? તેનો નિશ્ચય નથી એવા કાર્યમાં કોણ સમજુ માણસ દેડતે જાય ? ” એટલામાં વિચિત્રગતિ નામ વિદ્યાધરને રાજા ચારિત્રવંત થએલા પિતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયો. તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રાપ્તિ વિલાને પૂછયું કે “મહારી પુત્રીને પરણી મહારું રાજ્ય ચલાવવા ચોગ્ય કેણ પુરુષ છે ? ” પ્રજ્ઞપ્તિએ કહ્યું. “તું હારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધર્મદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org