________________
[
૭૦ ]
આવિયાપા !
કુમારને આપજે.” વિદ્યાનાં એવા વચનથી વિચિત્રગતિ ઘણે હર્ષ પામે, અને ધર્મદત્તને બેલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યો. ત્યાં ધર્મદત્તના મુખથી ધર્મરતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણું, તે વિચિત્રગતિ ધર્મદત્તને સાથે લઈ દેવતાની પેઠે અદશ્ય થઈ કૌતુકથી ધર્મતિના સ્વયંવરમંડપે આવ્યો. અદશ્ય રહેલા તે બન્ને જણાએ આશ્ચર્યકારી તે સ્વયંવરમંડપમાં જોયું તો કન્યાએ અંગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયાં હેયની ! એવા નિસ્તેજ થયેલા સર્વ રાજાઓ જેવામાં આવ્યા. સર્વ લેક
હવે શું થશે ?” એમ મનમાં આકુળ વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિએ અરુણ સહિત સૂર્ય જેમ પ્રાત:કાળે પ્રગટ થાય છે, તેમ પોતે અને ધર્મદત્ત ત્યાં શીઘ પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધર્મદરને જોતાં વાર જ સંતોષ પામી, અને જેમ રોહિણ વસુદેવને વરી, તેમ તેણે ધર્મદત્તને વરમાળ આરોપી. પૂર્વભવને પ્રેમ અથવા ઠેષ એ બને પિતાપિતાને ઉચિત એવાં કૃત્યોને વિષે જીવને પ્રેરણા કરે છે. બાકી ત્રણે દિશાઓના રાજાઓ ત્યાં આવ્યા હતા. તેમણે વિદ્યાધરની સહાયથી પિતાની ત્રણે પુત્રીઓને વિમાનમાં બેસારી ત્યાં તેડાવી, અને ઘણા હર્ષથી તે જ સમયે ધર્મદત્તને આપી. પછી ઘર્મદ, વિદ્યાધરે કરેલા દિવ્ય ઉત્સવમાં તે ચારે કન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તે પછી વિચિત્રગતિ વિદ્યાધર ધર્મદત્તને તથા સર્વે રાજાઓને વિતાવ્ય પર્વતે લઈ ગયે ત્યાં વિવિધ પ્રકારના ઉત્સવ કરી તેણે પોતાની પુત્રી અને રાજ્ય ધર્મદત્તને અર્પણ કર્યું. તથા તે જ સમયે વિદ્યાધરે આપેલી એક હજાર વિદ્યાઓ ધર્મદત્તને સિદ્ધ થઈ. એ રીતે વિચિત્રગતિ પ્રમુખ વિદ્યાધરોએ પાંચસે કન્યાઓનું વેતાલ્ય પર્વત ઉપર પાણિગ્રહણ કરી ધર્મદત્ત અનુક્રમે પિતાને નગરે આવ્યો. અને ત્યાં પણ રાજાઓની પાંચસે કન્યાઓ પર. તે પછી રાજધર રાજાએ આશ્ચર્યકારી ઘણા ઉત્સવ કરીને જેમ વેલડી સારા ક્ષેત્રમાં વાવવી, તેમ પોતાની સમગ્ર રાજ્યસંપદા પોતાના સદગુણ પુત્ર ધર્મદરને માથે વૃદ્ધિને અર્થે સેંપી; અને ચિત્રગતિ સદ્દગુરુની પાસે પોતાની પટ્ટરાણ પ્રીતિમતીની સાથે દીક્ષા લીધી. પિતાને સુપુત્ર રાજ્ય ચલાવવા યોગ્ય થયા પછી કોણ પિતાના આત્માનું હિત ન કરે? વિચિત્રગતિએ પણ ધર્મદત્તને પૂછીને દીક્ષા લીધી. અનુક્રમે ચિત્રગતિ, વિચિત્રગતિ, રાજધર રાજા અને પ્રીતિમતી રાણું એ ચારે મોક્ષે ગયાં.
- ધર્મદતે રાજ્યની લગામ હાથમાં લીધા પછી હજાર રાજાઓને સહજમાં જીતી લીધા. અને તે દસ હજાર રથ, દસ હજાર હાથી, એક લાખ ઘોડા અને એક કોડ પાયદલ એટલા સિન્યને સાબીવાળો થયો. ઘણા પ્રકારની વિદ્યાને મદ ધરનારા હજારે વિદ્યાધરોના રાજાએ ધર્મદત્તના તાબે થયા. એ રીતે ઘણું કાળ સુધી ઇંદ્રની પેઠે તેણે ઘણું રાજ્ય ભેગવ્યું. સ્મરણ કરતાં જ આવનારો જે પૂર્વે પ્રસન્ન થએલ દેવતા તેની સહાપ્યથી ધર્મદત્તે પોતાના દેશને દેવકુરુ ક્ષેત્રની પેઠે મારી, દુર્મિક્ષ વગેરેનું જેમાં નામ
પણું ન જણાય એ કર્યો. પૂર્વે ભગવાનની સહસ્ત્રદળ કમળથી પૂજા કરી, તેથી એટલી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org