________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૭]
નાસિકાના શ્વાસ નિશ્વાસ દુધ રોકવા નિમિત્તે અષ્ટપટ મુખકેશ બાંધવાની આવશ્યકતા છે. આગલા દિવસના નિર્માલ્ય જે ઉતાર્યા હોય તે પવિત્ર નિર્જીવ સ્થાનકે નખાવવા. વર્ષો રૂતુમાં કુંથુ પ્રમુખની ઘણી ઉત્પત્તિ થાય છે, તેથી નિર્માલ્ય તથા ખાત્રજળ જુદા જુદા ઠેકાણે એકાન્ત અને પવિત્ર જગ્યાએ નખાવવાને ઉપયોગ કરે કે જેથી આશાતનાને સંભવ ન થાય.
ઘર દેરાસરે પૂજા કરવી હોય તે પ્રતિમાને પવિત્ર ઉચ્ચ સ્થાનકે સ્થાપીને ભેજન પ્રમુખમાં ન વપરાતાં હોય એવા પવિત્ર વાસણ–રકેબી પ્રમુખમાં પ્રભુને સ્થાપીને સનમુખ ઊ રહી હાથમાં કળશ ધારીને શુભ પરિણામથી નીચે લખેલી ગાથા પ્રમાણે ચિંતવના કરતે અભિષેક કરે.
बालत्तणमि सामिअ सुमेरुसिहरंमि कणयकलसेहिं ।
तिअसासुरेंहिं न्हवीओ ते धन्ना जेहिं दीछोसि ॥ “હે સ્વામી ! બાલ્યાવસ્થામાં મેશિખર ઉપર સોનાનાં કળસોથી સુરઅસુરેએ તમને અભિષેક કર્યો તે વખતે જેણે તમારાં દર્શન કીધાં છે તેને ધન્ય છે.” ઉપર લખેલી ગાથા બેલી તેને અભિપ્રાય ચિંતવી મૌનપણે ભગવંતને અભિષેક કરવો. અભિષેક કરતાં પોતાના મનમાં જન્માભિષેક સંબંધી સર્વ ચિતાર ચિંતવ, ત્યારપછી ઘણા યત્નથી વાળાકુંચીથી ચંદન કેસર આગલા દિવસના હોય તે સર્વ ઉતારવાં. વળી બીજી વાર પણ જળથી પખાળીને બે સુંવાળા અંગલુછણાથી પ્રભુનું અંગ નિર્જળ કરવું સર્વાગ નિર્જળ કરીને એક અંગ પછી બીજે અંગે એમ નીચે મુજબ અનુક્રમે પૂજા કરવી.
નવ અંગની ચંદનાદિકથી પૂજા. બે અંગુઠા, બે ઢીંચણ, બે હાથ, બે ખભા, એક મસ્તક એમ નવ અંગે, જમણી બાજુથી ભગવંતની કેસર, ચંદન, બરાસ, કસ્તુરીથી પૂજા કરે. કેટલાક આચાર્ય એમ કહે છે કે, પ્રથમ ભાળસ્થળે તિલક કરી પછી બીજે અંગે પૂજા કરવી. શ્રી જિનપ્રભસૂરિફત પૂજાવિધિમાં તે નીચે લખેલી ગાથા પ્રમાણે અભિપ્રાય છે.
“ સરસ સુગંધીવત ચંદનાદિકે કરી દેવાધિદેવને પ્રથમ જમણા ઢીંચણે પૂજા કરવી, ત્યારપછી જમણે ખભે, ત્યારપછી ભાળસ્થળે, પછી ડાબે ખભે, પછી ડાબે ઢીંચણે, એ પાંચ અંશે તથા હદયે તિલક કરે તે છ અંગે એમ સર્વાગે પૂજા કરીને તાજાં વિકવર પુષ્પથી સુગંધીવાલા વાસથી પ્રભુની પૂજા કરે.”
પહેલાંની કરેલી પૂજા કે આંગી ઉતારી પૂજા થાય કે નહીં? જે કોઈકે પહેલાં પૂજા કીધેલી હોય કે આંગની રચના કીધેલી હોય અને તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org