________________
[
૧૮ ].
શ્રાવિકિપાળ
ત્યારપછી ભગવંતની પૂજા કરતાં એક હજાર વર્ષના ઉપવાસનું ફળ અને સ્તવન કહેવાથી અનંત પુણ્ય પુરુષને મળે છે એમ ગણાવેલ છે.
પ્રભુને નિર્માલ્ય ઉતારી પ્રમાર્જના કરતાં સે ઉપવાસનું, ચંદનાદિકથી વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળાનું આરોપણ કરવાથી લાખ ઉપવાસનું ફળ પમાય છે. ગીતવાજિંત્ર કરતાં અનંત ઉપવાસનું ફળ થાય છે.
જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણ સંધ્યાએ કરવી કહી છે. કહ્યું છે કે –
પ્રાત:કાળે જિનેશ્વર ભગવંતની વાસક્ષેપથી કરેલી પૂજા રાત્રીમાં કરેલા પાપને હણે છે, મધ્યાહુકાળે ચંદનાદિકથી કરેલી પૂજા આ જન્મથી કરેલા પાપ હણી નાંખે છે, રાત્રિના સમયમાં ધૂપ દીપાદિકવડે કરેલી પૂજા સાત જન્મનાં પાપ દૂર કરે છે. જળપાન, આહાર, શયન, વિદ્યા, મળમૂત્રને ત્યાગ, ખેતીવાડી, એ સર્વે કાળ પ્રમાણે સેવન કરેલા હોય તે જ સલ્ફળના આપનાર હોય છે, તેમજ જિનેશ્વર ભગવંતની પૂજા પણ કાળે કરી હોય તે ફળ આપે છે.
- જિનેશ્વર ભગવંતની પૂજા ત્રણે સંધ્યાયે કરતાં પ્રાણ સમ્યકત્વને શોભાવે છે, તેમજ તીર્થંકરનામ ગોત્રકર્મ શ્રેણિક રાજાની જેમ બાંધે છે. ગયા છે દેષ જેના એવા જિનેશ્વર ભગવંતની સદા ત્રિકાળ પૂજા કરે છે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે કે આઠમે ભવે સિદ્ધિપદને પામે છે. સર્વ આદરથી પૂજા કરવાને કદાપિ દેવેંદ્ર પ્રવતે તે પણ પૂજી ન શકે, કેમકે તીર્થકરના અનંત ગુણ છે. એક એક ગુણને જુદા જુદા ગણીને પૂજા કરે તે આયુષ્ય સમાપ્તિપર્યત પણ પૂજાને કે ગુણનો અંત આવે નહીં, માટે સર્વ પ્રકારથી પૂજા કરવા કેઈ સમર્થ નથી, પણ યથાશક્તિ સર્વજન પૂજા કરે એમ બની શકે છે. હે પ્રભુ! તમે અદશ્ય છો એટલે આંખથી દેખાતા નથી, સર્વ પ્રકારે તમારી પૂજા કરવા ચાહિયે તો બની શકતી નથી, ત્યારે તે અત્યંત બહુમાનથી તમારા વચનને પરિપાલન કરવું એજ શ્રેયકારી છે.
પૂજામાં વિધિ બહુમાન ઉપર ચભંગી. જિનેશ્વર ભગવંતની પૂજામાં યથાયોગ્ય બહુમાન અને સમ્યક વિધિ એ બનને હાય તેજ તે પૂજા મહાલાભકારી થાય છે. તે ઉપર ચભંગી બતાવે છે.
૧ સાચું રૂપું અને સાચી મહોર છાપ, ૨ સાચું રૂપું અને બેટી મહાર છાપ, ૩ સાચી મહેર છાપ, પણ ખોટું રૂપું, ૪ ખોટી મહોર છાપ અને રૂપું પણ છેટું. ૧ દેવપૂજામાં પણ (૧) સાચું બહુમાન અને (૨) સાચી વિધિ. એ પહેલે ભાંગે સમજે. ૨ સાચું બહુમાન છે, પણ વિધિ સાચી નથી એ બીજો ભાંગે સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org