________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૬૨ ]
પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂછ ખાઈ બેભાન થઈ જમીન પર હલી પડી. તુરત પરિવારના તથા આસપાસના લોકેએ “ષ્ટિદેષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે.” એમ મનમાં ક૯૫ના કરી ઘણા ખેદથી ઊંચે સ્વરે પિકાર કર્યો કે “હાય હાય !! માતા અને પુત્ર એ બનેને એકદમ આ શું થયું? ” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લોકોએ ત્યાં આવી બન્ને માતા પુત્રને શીતળ ઉપચાર કર્યો, તેથી થોડી વારમાં જ બાળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. પૂર્વકર્મનો યોગ ઘણે આશ્ચર્યકારી છે, તે જ સમયે, સર્વત્ર આ વાતની વધામણી ગઈ. રાજપુત્રને ઉત્સવ સહિત લઈ ગયા. તે દિવસે રાજપુત્રની તબિયત સારી રહી. તેણે વારંવાર દૂધપાન વગેરે કર્યું પણ બીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દુધ પીધું નહીં, અને ચઉવિહાર પચ્ચખાણ કરનારની પેઠે ઔષધ વગેરે પણ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા મંત્રી નગરના લોકે એ સર્વ ઘણું દુઃખી થયા અને શું કરવું? તે કેઈને સૂઝ પડતી નથી ત્યારે જાણે બાળકના પુણયથી ખેંચાયેલાજ હેયની! એવા એક મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતરસ્યા. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લેકોએ મુનિરાજને વંદના કરી. રાજાએ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનું કારણ પૂછયું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “હે રાજન ! આ બાળકને રોગાદિકની અથવા બીજી કોઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાના દર્શન કરાવે. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે.” મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દર્શન નમસ્કાર આદિ કરાવ્યું ત્યારે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યો. અને તેથી સર્વ લેકે આશ્ચર્ય અને સંતોષ પામ્યા. ફરીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “આ શું ચમત્કાર?” મુનિરાજે કહ્યું. હે રાજનું! તને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું છું તે સાંભળ.
ધર્મદત્તનો પૂર્વભવ. છે જેમાં નિંદ્ય પુરૂષ થડા અને ઉત્તમ પુરૂષ ઘણા એવી પુરિકા નામે નગરીમાં દીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર કૂરદ્રષ્ટિ રાખનારો કૃપા નામે રાજા હતા. બુદ્ધિથી બહસ્પતિની બરાબરી કરી શકે એ તે રાજાને ચિત્રમતિ નામે રાજા હતો, અને દ્રવ્યથી કુબેરની બરાબરી કરનારે વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મંત્રીને મિત્ર હતું. નામથી જ એક અક્ષર છે, પણ ઋદ્ધિથી બરાબરીનો એ સુમિત્ર એક ધનાઢય વણિકપુત્ર વસુમિત્રને મિત્ર હતા. વણિક પુત્ર પણ અનુક્રમે શ્રેણીની બરાબરીને અથવા તેના કરતાં અધિક ચઢતે પણ થાય છે. સારા કુળમાં જન્મ્યાથી પુત્ર સરખે માન્ય એ એક ધન્ય નામે સુમિત્રને સેવક હતો. તે ધન્ય એક દિવસે ન્હાવાને અર્થે ન્હાવા લાયક સરવરે ગયે. સારાં કમળ, સારી શોભા અને સારું જળ ધરાવનારા તે સરોવરમાં હાથીના બચ્ચાની જેમ જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળું કમળ મળ્યું. પછી તે ધન્ય સરોવરમાંથી બહાર નીકળી ઘણા હર્ષથી ચાલતો થયે. અનુક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org