________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[૨૨].
રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણી વને બાકી સવે રાણીઓ જગતને આનંદકારી પુત્રના લાભથી ચિત્તમાં સંતેષ પામી. પુત્ર ન હોવાથી વંધ્યા જેવી પ્રીતિમતી રાણું મનમાં ઘણાજ ખેદ પામી. પંક્તિભેદ સહન કરવો કઠણ છે, અને તેમાં પણ પ્રમુખ માણસને જે પંક્તિભેદ થાય તો તેનાથી તે સહન કરાય એ ઘણી જ કઠણ વાત છે. અથવા જે વસ્તુ દૈવના આધીનમાં રહી, તે વસ્તુની બાબતમાં મુખ્ય, અમુખ્યને વિચાર કરવાથી શું લાભ થવાનો? એમ છતાં મનમાં તે વાતથી દુઃખ ધારણ કરનારા મૂઢ હૃદયવાળા લેકોની મૂઢતાને ધિક્કાર થાઓ. દેવતાઓને કરેલી વિવિધ પ્રકારની માનતાઓ પણ જ્યારે નિષ્ફળ નીવડી, ત્યારે તો પ્રીતિમતીનું દુઃખ ઘણું વૃદ્ધિ પામ્યું. ઉપાય નિષ્ફળ ઉતરે ત્યારે આશા સફળ ન થાય એમ જાણવું. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તે તેણે હાથ ઉપર લીધું. તો પણ મનમાં ભય ન રાખતાં હંસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે –“હે ભદ્રે ! હું અહિં યથેચ્છ છૂટથી રમતું હતું, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાના રસથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર અને બંધનમાં રહેવું નિરંતર મરણ સમાન છે. તે પોતે ધ્યાપણું ભગવતી છતી પાછું વળી એવું અશુભ કર્મ કેમ કરે છે? શુભ કર્મથી ધર્મ થાય છે. અને ધર્મથી પોતાનું વાંછિત સફળ થાય છે. એ પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે,
હ ચતુરશિરોમણે ! તું મને એમ કહે છે? તને હું થોડી વારમાં મૂકી દઉં. પણ તે પહેલાં એક વાત તને પૂછું છું કે, અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણું શુભ કર્મ હું હમેશાં કરૂં છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતો ! પુત્ર વિના હું દુખી છું, તે તું શી રીતે જાણે છે, અને મનુષ્યની વાણી શી રીતે બેલે છે?હંસ છે “મહારી વાતચિત પૂછવાનું તને શું કારણ છે? હું તને લાભકારી વચન કહું છું. ધન, પુત્ર, સુખ આદિ સર્વે વસ્તુની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા કર્મની આધીનતામાં છે. આ લેકમાં કરેલું શુભ કર્મ તો વચ્ચે આવતા અંતરાયોને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે દેવતાની પૂજા કરે છે, તે મિથ્યા છે અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણત ધર્મજ જીને આ લોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુને દાતાર છે. જે જિનધર્મથી વિદનની શાંતિ વગેરે ન થાય, તે તે બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહીં, તે કાંઈ બીજા ગ્રહથી દૂર થાય? માટે તું કુપ સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પચ્ય સમાન અર્હદ્ધર્મની આરાધના કર. તેથી આ લોકમાં તથા પરલોકમાં પણ હારા મનોરથ ફળીભૂત થશે.”
હંસ આટલું કહી પારાની પેઠે ઝટ કયાંય ઊડી ગયો. પછી ચમત્કાર પામેલી પ્રીતિમતી રાણ પુત્રની આશા પાછી ઉત્પન્ન થવાથી હાસ્યમુખી થઈ. ચિત્તમાં કાંઈ પીડા થઈ હોય તે ધર્મ, ગુરૂ આદિ વસ્તુ ઉપર બહુ સ્થિર આસ્થા રહે છે. જીવન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org