________________
[ ૨૬૨ ]
શ્રાષિવિકાતા.
સ્વભાવ હોવાથી પ્રીતિમતી રાણએ સદગુરૂ પાસેથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. સમ્યત્વ ધારણ કરનારી અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણું અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઇ. હંસની વાણીને એ કઈ હેટ ચમત્કારી ગુણ જાણો. એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે-“હજી પટ્ટરાણીને એકે પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તો સેંકડો પુત્ર છે. એમાં રાજ્યને યોગ્ય પુત્ર કોણ હશે?” રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વપ્નમાં જાણે સાક્ષાતજ હોયની ! એવા કોઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન! પિતાના રાજ્યને પુત્રની તું કટ ચિંતા ન કર. દુનિયામાં કલ્પવૃક્ષ સમાન ફળદાયક એવા એક જિનધર્મની જ વિધિપૂર્વક તું આરાધના કર, તેથી આ લેક પરલોકમાં હારી ઈષ્ટ સિદ્ધિ થશે.” એવું સ્વપ્ન જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવાથી જિનધર્મની આરાધના કરવા લાગ્યો. એવું સ્વપ્ન જોયા પછી કોણ આળસ્યમાં રહે? પછી કઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે છે, તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપ્નમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વે લેક આનંદ પામ્યા. ગર્ભના પ્રભાવથી તે પ્રીતિમતી રાણીને મણિરતનમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દેહલે ઉત્પન્ન થયા. ફૂલ ફળને અનુસરતું થાય તેમાં શી નવાઈ ? દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાંજ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં થાય છે, ધનવંત લોકેની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગમહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિને દેહલે દુઃખથી પૂર્ણ કરાય એવો હતો, તો પણ રાજાએ ઘણા હર્ષથી તેને સંપૂર્ણ દેહલે તત્કાળ પૂર્ણ કર્યો. જેમ મેરુપર્વત ઉપરની ભૂમિ પારિજાત કહ૫વૃક્ષને પ્રસવે, તેમ પ્રીતિમતી રાણએ આગળથી જ શત્રુને નાશ કરનાર પુત્ર પ્રસ. તે પુત્ર અનુક્રમે મહિમાવંત થયે. - રાજધર રાજાને પુત્ર જન્મ સાંભળી ઘણેજ હર્ષ થયે, તેથી તેણે પૂર્વ કઈ સમયે નહિ કરેલો એવો તે પુત્રના જન્મોત્સવ વગેરે કાર્યો તે સમયે કર્યો, અને તે પુત્રનું શબ્દાર્થને અનુસરતું ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે નવનવા ઉત્સવ કરીને આનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન આગળ ભેટણ માફક મૂક્યો, ત્યારે ઘણી સંતુષ્ટ થએલ પ્રીતિમતી રાણીએ પિતાની સખીને કહ્યું કે, “હે સખી ! તે ચતુર હંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એ ઘણેજ ઉપકાર મહારા ઉપર કર્યો તે હંસના વચન પ્રમાણે કરવાથી નિર્ધન પુરૂષ જેમ દેવેગથી પોતાથી મેળવી ન શકાય એવો નિધિ પામે, તેમ મહારાથી મેળવી ન શકાય એવું જિનધર્મરૂપ એક રત્ન અને બીજું આ પુત્રરત્ન હું પામી. પ્રીતમતિ આમ બોલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂછથી તત્કાળ બેભાન થઈ ગયું, અને તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org