________________
પ્રથમ નિત્યકa T
[ ૨૬ ]
સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામ્યો, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાનનું મસ્તક જેમ મુકુટ પહેરવાથી શોભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યને મનમાં ઘણેજ આનંદ ઉત્પન્ન થયે. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શુભ ભાવના ભાવવા લાગે. એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં ફૂલ વેચવા આવી. ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તે શુભ કર્મને અનુમોદના દઈ તે ચારે કન્યાઓએ જાણે સંપત્તિનું બીજજ હેયની ! એવું એક એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીક છે, શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઇને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને થાય છે.
પછી પોતાના જીવને ધન્ય માનતે ધન્ય અને તે ચાર કન્યાઓ પિોતપોતાને ઘેર ગયાં. તે દિવસથી માંડી ધન્ય ભગવાનને બનતાં સુધી દરરોજ વંદના કરવા આવે, અને એવી ભાવના ભાવે કે “રાંક જાનવરની પેઠે અહોરાત્ર પરતંત્રતામાં રહેવાથી દરરોજ ભગવાનને વાંદરાને નિયમ પણ લેવાતો નથી, એવો મને ધિક્કાર થાઓ.”! કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠ અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણું મુનિના ઉપદેશથી શ્રાવક ધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવકે મહદ્ધિક દેવતા થયા અને તે ચારે માળીની કન્યાઓ તેના (ધન્યના) મિત્રદેવતા થઈ. કૃપ રાજાને જીવ દેવકથી આવી જેમ સ્વર્ગમાં દેવતાઓને રાજા ઈંદ્ર છે, તેમ વિતાઠ્ય પર્વત ઉપર આવેલા ગગનવલ્લભ નગરમાં તે ચિત્રગતિ નામે વિદ્યાધરનો રાજા થયો. મંત્રીને જીવ દેવકથી થવીને ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર છે. તેની ઉપર માતાપિતા ઘણું જ પ્રીતિ કરવા લાગ્યા. બાપથી વધારે તેજસ્વી એવા તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ ચોવન અવસ્થામાં આવી એક વખતે રાજયના લોભથી પોતાના બાપને મારી નાખવા માટે મજબૂત અને ગુપ્ત વિચાર કર્યો, લેભાંધ થઈ પિતાનું અનિષ્ટ કરવા ધારનાર એવા કુપુત્રને ધિક્કાર થાઓ ! સારા દેવગથી ત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો.
એકાએક ઘણે ભય આવવાથી ચિત્રગતિ તે જ સમયે ઉજ્વલ વૈરાગ્ય પામ્યું અને વિચાર કરવા લાગ્યું કે, “હાય હાય ! હવે હું શું કરું ? કોને શરણ જાઉં ? કોને શું કહું ? પૂર્વભાવે પુણ્ય ઉપાર્યું નહીં, તેથી પોતાના પુત્રથી જ મહારા ભાગ્યમાં પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાને પ્રસંગ આવ્યું, તે હજી પણ હું ચેતી જવું ” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તે જ વખતે પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યો. પછી પશ્ચાત્તાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org