________________
[૬૬]
भादविधिप्रकरण ।
ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતી કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. સાધુના ક૫ને અનુસરી વિહાર કરતાં અને દુઃખથી આચરાય એવી તપસ્યા આચરતાં તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને તેની પછવાડે તેની સ્પર્ધાથી જ કે શું! મન:પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું.
(ચિત્રગતિ મુનિ રાજા પ્રત્યે કહે છે કે,) તે હું જ્ઞાનથી લાભ થાય એમ જાણીને તમારે મોહ દૂર કરવા માટે અહિં આવ્યો. હવે બાકીને સમગ્ર સંબંધ કહું છું. વસુ મિત્રને જીવ દેવલોકથી આવીને તું રાજા થયે, અને સુમિત્રનો જીવ ચવીને હારી પ્રીતિમતી નામે રાણું થયે. એ રીતે તમારી બનેની પ્રીતિ પૂર્વભવથી દઢ થયેલી છે. પિતાનું ઉત્કૃષ્ટ શ્રાવપણું જણાવવાને અર્થે કઈ કઈ વખત સુમિત્રે કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પાપે. ઘણી ખેદની વાત છે કે, સમજુ મનુષ્ય પણ પોતાનું હિત અને અહિત જાણવામાં મુંઝાઈ જાય છે. “મહારા કરતાં પહેલાં મહારા ન્હાના ભાઈને પુત્ર ન થાઓ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં ઘણા વખત પછી પુત્ર થયો. એક વાર કોઈનું ખોટું ધાર્યું હોય તે પણ તે પિતાનું ઘણું જ આકરું ફળ આપ્યા વગર રહે નહીં. ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સવિધ જિનેશ્વરને પૂછયું કે, “ હું અહિંથી વીને ક્યાં ઉત્પન્ન થઈશ ?” ત્યારે તે ભગવાને તમારા બંનેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. પછી ધન્યના જીવે વિચાર કર્યો કે, “માતા પિતા ધર્મ પામ્યા ન હોય, તે પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કૂવામાં જે પણ હોય, તો જ પાસેના હવાડામાં સહજથી મળી આવે.” એમ વિચારી પિતે બોધિબીજનો લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તેને સ્વપ્ન દેખાડીને બંધ કર્યો. એ રીતે ભવ્ય જીવ દેવતાના ભાવમાં છતાં પણ પરભવે બેધિલાભ થવાને અથે ઉદ્યમ કરે છે. બીજા કેટલાએક લેકે મનુષ્ય ભવમાં છતાં પણ પૂર્વે પામેલા ચિંતામણિરત્ન સમાન બધિરત્નને (સમ્યક્ત્વને) ખેઈ બેસે છે.
તે સમ્યક્ત્વધારી દેવતા (ધન્યનો જીવ) સ્વર્ગથી આવીને તમારે બને જણાનો પુત્ર થયે. હવે એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારાં દેહલા ઉત્પન્ન થયા, તેનું કારણ એ જ છે કે, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચંદ્રિકા, સૂર્યની પછવાડે તેનો પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહલા અને સ્વપ્નાં સારાં આવ્યાં. ગઈ કાલે એને જિનમંદિરે લઈ ગયા. ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને જેવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂછો આવી. અને તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પૂર્વભવનું સર્વ કૃત્ય એની યાદમાં આવ્યું.
ત્યારે એણે પોતાના મનથી જ એવો નિયમ લીધે કે, “જિનેશ્વર ભગવાનનું દર્શન * અને વંદના કર્યા વિના મહારે યાજજીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું ન કહે,”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org