________________
[ ૧૬ ]
श्राद्धविधिप्रकरण ।
નાકરા મારે કુટે તા પણુ દેરાસર મૂકે નહીં. પાછી ફ્રી ફ્રીને ત્યાં ને ત્યાં જ આવીને એસે. આમ કેટલેક કાળ વીત્યા પછી ત્યાં કાઇક દેવળજ્ઞાની આવ્યા, ત્યારે તેમને તે રાણીઓએ મળી પૂછ્યું કે, કુંતલા મહારાણી મરણ પામી ત્યાં ઉત્પન્ન થયાં ? ત્યારે કેવળી મહારાજે યથાસ્થિત સ્વરૂપ કહ્યું. તે સાંભળી સર્વ રાણીએ પરમ વૈરાગ્ય પામીને તે કૂતરીને દરરાજ ખાવાનું નાખી પરમ સ્નેહુથી કહેવા ઘાગી કે, હે મહાભાગ્યા ! તું પૂર્વ ભવે અમારી ધ દાત્રી, મહાધર્માત્મા હતી. હા હા ! તે ફેકટ અમારી કરણી ઉપર દ્વેષ કર્યાં, તેથી તું અહીં કુતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તે સાંભળીને ચૈત્યાદિક દેખવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તે કુતરી વૈરાગ્ય પામી. સિદ્ધાદિકની સમક્ષ પાતે પોતાના દ્વેષભાવના કર્મને ખપાવી આલાવીને, અણુસણુ આદરી, છેવટે શુભ ધ્યાનથી મરણ પામી વૈમાનિક દૈવી થઇ. માટે ધર્મ ઉપર દ્વેષ ન કરવા.
ભાવસ્તવના અધિકાર.
અહિંયાં પૂજાના અધિકારમાં ભાવપૂજા–જિનાજ્ઞા પાળવી, એ ભાવસ્તવમાં ગણાય છે. જિનાજ્ઞા એ પ્રકારની છે–(૧)સ્વીકારરૂપ, (૨) પરિહારરૂપ. સ્વીકારરૂપ એટલે શુભ કરણીનુ આસેવન કરવું ( આચરવું) અને પરિહારરૂપ એટલે નિષિદ્ધના ત્યાગ કરવા. સ્વીકારપક્ષ કરતાં નિષિદ્ધપક્ષ ઘણેા લાભકારી છે. કેમકે, જે જે તીર્થંકરે નિષેધ કરેલા કારણેા છે, તેને સેવન કરતાં ઘણા સુકૃતનું આચરણ કરે તેા પણ વિશેષ લાભકારી થતું નથી. જેમકે, વ્યાધિ દૂર કરવાના ઉપાય સ્વીકાર અને પરિહાર એમ એ પ્રકારના છે. એટલે કેટલાક ઔષધાદિકના સ્વીકારથી અને કેટલાક કુપાને દૂર કરવાથી રાગ જાય છે. તેમાં ઔષધ કરતાં પણ કુપના ત્યાગ ન કરે તેા કાંઇ રાગ જઇ શકતા નથી, તેમ જીભ કરણી ચાહે તેટલી કરે, પણ જ્યાં સુધી ત્યજવા ચેાગ્ય કરણીએ ત્યાગે નહીં ત્યાં સુધી જેવું જોઈએ તેવું લાભકારક ફળ મળી શકતું નથી.
ઔષધ વગર પણ વ્યાધિ ફક્ત કુશ્ર્ચના ત્યાગ કરવાથી જઈ શકે છે, પણ કુપના ત્યાગ કર્યા વગર સેકડા ઔષધેા કરે, તેા પણ તે રાગની શાંતિ થતી નથી.
એવી રીતે ભક્તિ ચાહે તેટલી કરે, તે પણ નિષેધ કરાયેલાં આચરણને આચરનારને વિશેષ લાભ પ્રાપ્ત થતા નથી. એટલે પથ્ય અને ઔષધ જેમ બન્ને ભેગા થઈને રાગને નામદ કરે છે તેમ સ્વીકાર અને પરિહાર એ અને આજ્ઞાઓનું પાલન થાય તે જ સંપૂર્ણ સિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રાચાયે પણ કહેલું છે કે:—
હૈ વીતરાગ, તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞા પાળવી મહાલાભકારી છે, કેમકે તારી આજ્ઞા પાળવી અને વિરાધવી એ અનુક્રમે મેાક્ષ અને સંસાર માટે થાય છે. પ્રભુ ! હંમેશાં તમારી આજ્ઞા ય અને ઉપાદેય ને વિષય કરનારી હાય છે. આશ્રવ સથા ત્યજવા ચેાગ્ય છે અને સંવર ગ્રહણ કરવા લાયક છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org