________________
[૨
]
श्राद्धविधिप्रकरण ।
કરાવવી, તીર્થયાત્રા કરવી, પૂજા કરવી, એ દ્રવ્યસ્તવ છે એમ જાણવું. કેમકે એ સર્વ ભાવતવનાં કારણ છે, માટે દ્રવ્યસ્તવ ગણાય છે. - જે દરરોજ સંપૂર્ણ પૂજા ન કરી શકાય તે પણ તે દિવસે અક્ષતપૂજા કરીને પણ તે પૂજાનું આચરણ કરવું.
જે મહાસમુદ્રમાં એક પાણીનું બિંદુ નાંખ્યું હોય તો તે અક્ષયપણે રહે છે, તેમ વીતરાગની પૂજા પણ જે ભાવથી થોડી પણ કરી હોય તે પણ લાભકારી થાય છે.
એ જિનપૂજાના કારણથી સંસારરૂપ અટવીમાં દુઃખાદિક ભેગવ્યા વિના ઉદાર ભેગોને ભેગવીને સર્વ જીવ સિદ્ધિને પામે છે.
પૂજા કરવાથી મન શાંત થાય છે, મન શાંત થવાથી વળી ઉત્તમ ધ્યાન થાય છે, ઉત્તમ ધ્યાનથી મોક્ષ મળે છે, અને મેક્ષમાં નિરાબાધિત સુખ છે.
पुष्पाद्यर्चा तदाज्ञा च, तद्रव्यपरिरक्षणं ॥
उत्सवा तीर्थयात्रा च, भक्तिः पंचविधा जिने ॥ ६॥ પુષ્પાદિકથી પૂજા કરવી, તીર્થકરની આજ્ઞા પાળવી, દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ઉત્સવ કરવા, તીર્થયાત્રા કરવી, એમ પાંચ પ્રકારે તીર્થકરની ભક્તિ થાય છે.
દ્રવ્યસ્તવના બે ભેદ, દ્રવ્યસ્તવ બે પ્રકારે છે. આગ દ્રવ્યસ્તવ અને અનાગ દ્રવ્યસ્તવ. કહ્યું છે કે –
વિતરાગના ગુણને જાણીને તે ગુણને યોગ્ય ઉત્તમ વિધિએ કરીને જે વિતરાગની પૂજા આચરવામાં આવે તે “આભગ દ્વવ્યસ્તવ” ગણાય છે. એ આગ દ્રવ્યસ્તવથી ચારિત્રને લાભ થાય છે, અને સકલ કર્મનું નિર્દેલન જલ્દી થાય છે માટે “આગ દ્રવ્યસ્તવ” કરવામાં સમ્યગ્દષ્ટિ પુરુષોએ સારી રીતે ઉદ્યમ કરવો.
પૂજાની વિધિ જાણતો નથી તેમજ જિનેશ્વર ભગવંતમાં રહેલા ગુણના સમુદાયને પણ જાણતો નથી, એવા જે શુભ પરિણામથી જિનપૂજા કરે છે તે “અનાગ દ્રવ્યસ્તવ” કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યસ્તવ પૂજા પણ ગુણસ્થાનકનું સ્થાનક હેવાથી ગુણકારી જ છે, કારણ કે એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે અને સમ્યકત્વને લાભ થાય છે. અશુભ કર્મના ક્ષય થવાથી આવતા ભવમાં કલ્યાણ (મોક્ષ) પામનારા કેટલાક ભવ્ય જીવોને વિતરાગના ગુણ જાણેલા નથી તોપણ પિપટના જોડલાને જિનબિંબ ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ તેમ ગુણ ઉપર પ્રીતિ ઉત્પન્ન થાય છે.
જેનું મરણ ખરેખર પાસેજ આવેલું હોય એવા રેગી પુરૂષને પધ્ય ભજન ઉપર
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org