________________
[ ક ]
श्राद्धविधिप्रकरण।
પછી તેણે પોતાનો હાથ કાપવાનું વેર વાળવા માટે ડાબા હાથી મૃગાવતી રાણની છબી ચીતરીને ચંડપ્રદ્યોત રાજાને દેખાડી. તે જોઈ તેને વશ થઈને તેણે કોસાંબીના શતાની રાજાને દૂત એકલી કહેવરાવ્યું કે, તારી મૃગાવતી રાણું મને આપ, નહીં તે જબરજસ્તીથી લઈશ. તેણે તે ન માન્યું. છેવટે ચંડપ્રદ્યોત રાજા લશ્કર લઈ આવી કોસાંબી નગરી વીંટીને પડ્યો, પછી શતાનીક રાજા મરણ પામે, ત્યારે ચંડપ્રદ્યોતને મૃગાવતી રાણી કહેવરાવ્યું કે, “હવે તું મારી સાથે પ્રીતિ કર.” તેણીએ કહેવરાવ્યું કે, “હું તારે વશ છું, પણ તારા સૈનીકોએ મારી નગરીને કીલે તોડી નાંખે છે, તે ઉજજયિની નગરીથી ઈટે મંગાવીને પાછો તૈયાર કરી આપે અને મારી નગરીમાં અન્ન પાણીની સગવડ કરી આપે તે હું તારી પાસે આવું.” ત્યારે તેણે બહાર રહી તેમ કરી આપ્યું. એવામાં ભગવાન મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા. તે જાણી મૃગાવતી રાણી, ચંડપ્રોતન રાજ પ્રમુખ વાંદવા આવ્યા. આ વખતે એક ભલે આવી ભગવંતને પુછયું કે, “વા વા” ભગ વંતે ઉત્તર વા કે, “વા ” ત્યારપછી આશ્ચર્ય પામી તેણે સંબંધ પુછયે. ભગવતે યથાવસ્થિત સંબંધ કહ્યો. તે સાંભળી વૈરાગ્ય પામી મૃગાવતી, અંગારવતી, તથા પ્રવતનની આઠે રાણીઓએ ભગવંત પાસે દીક્ષા લીધી.
જ્યારે અવિધિથી કરવાથી આ અનર્થ થાય છે, ત્યારે તે તેના કરતાં ન કરવું. એજ સારું છે એમ ધારવું નહીં. કેમકે શાસ્ત્રમાં કહેવું છે કે,
અવિધિથી કરવું તેના કરતાં ન કરવું એ સારું છે, એમ જે બેલે છે, તેણે જૈન શાસ્ત્રનો અભિપ્રાય જા નથી તેથી જ એમ બેલે છે. કેમકે, પ્રાયશ્ચિત વિધાનમાં તે એમ છે કે, જેણે બીલકુલ નથી કીધું, તેને ભારે પ્રાયશ્ચિત આવે છે અને જેણે કીધું પણ અવિધિથી કીધું છે, તે તેને હલકું પ્રાયશ્ચિત આવે છે, માટે સર્વથા ન કરી તેના કરતાં અવિધિથી પણ કરવું સારું છે. માટે ધર્માનુષ્ઠાન દરરોજ કરતા જ રહેવું અને કરતાં કરતાં જેમ બને તેમ વિધિયુક્ત થાય તે ઉદ્યમ કરવો એ શ્રેયસ્કર છે. એજ શ્રદ્ધાવંતનું લક્ષણ છે. જે માટે શાસ્ત્રમાં કહેલ છે કે,
શ્રદ્ધાવંત શ્રાવક યથાશક્તિ વિધિમાર્ગને સેવવાના ઉદ્યમથી અનુષ્ઠાન કરતો રહે નહિં તે કોઈક વ્યાદિક દેષથી હણાયે થકે ધર્મક્રિયામાં શત્રુભાવ પામે છે. ”
જેની ક્રિયા વિધિસંયુક્ત હોય તેમને ધન્ય છે, વિધિસંયુક્ત કરવા ધારતા હોય તેમને ધન્ય છે, વિધિમાર્ગના ઉપર આદર બહુમાન રાખનારને ધન્ય છે, વિધિમાર્ગને નિંદે નહીં એવા પુરૂષોને પણ ધન્ય છે.
થોડા ભવમાં મોક્ષપદ પામનારને વિધિ સંયુક્ત કરવાને પરિણામ સદાકાળ હેર છે, અને અભવ્ય તથા દુર્ભવ્ય (ઘણું ભવે મોક્ષપદ પામનાર) ને વિધિમાગને ત્યાર અને અવિધિમાર્ગનું આસેવન ઘણું જ પ્રિય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org