________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ 2
]
જેમ છેષ ઉપજે છે, તેમ ભારેકમી કે ભવાભિનંદી (જેને સંસાર વધારે હોય એવા) ને ધર્મ ઉપર પણ આકરા ઠેષ હોય છે. એટલા જ માટે ખરેખર તવના જાણુ પુરુષો જિનબિંબ ઉપર કે જિનપ્રણીત ધર્મ ઉપર અનાદિકાળના અશુભ અભ્યાસના ભયથી દ્વેષને લેશ પણ વજે છે.
પારકી પૂજા ઉપર દ્વેષ રાખવા સંબંધી કુંતલા રાણીનું દૃષ્ટાંત.
પૃથવીપુર નામે નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તેને કુંતલા રાણું નામે પટરાણી હતી. તે જિન ધર્મમાં દઢ હતી અને વળી બીજી રાણુઓને પણ વારંવાર ધર્મના કામમાં જનારી હતી. તેના ઉપદેશથી તેની સર્વ શેકો પણ ધમીઝ થઈને તેનું બહુમાન કરતી હતી.
એક વખતે રાણીઓએ પિતાપિતાનાં નામનાં દેરાં, દેરીઓ, પ્રતિમાઓ ભરાવીને તેની પ્રતિષ્ઠાના મહત્સવ કરવા શરૂ કર્યા. તેમાં દરરોજ ગીત, ગાયન, પ્રભાવના, સ્વામીવાત્સલ્ય ઘણું ઘણી અધિકતાથી થવા લાગ્યાં. તે દેખી પટરાણુ શક્ય સ્વભાવથી પિતાના મનમાં ઘણું અદેખાઈ કરવા લાગી. પોતે પણ નવીન દેરાસર સર્વથી અધિક રચનાવત કરાવેલ હોવાથી તેને સર્વથી અધિક ઠાઠમાઠ કરાવે છે, પણ જ્યારે કોઈપણ શકયેનાં દેરાં, દેરીઓનાં બહુમાન કે પ્રશંસા કરે ત્યારે તે ઘણી અદેખાઈ કરે છે. પિતાનાં દેરાંની પ્રશંસા કરે તે સાંભળી પ્રમોદ( હર્ષ) પામે પણ શેકાનાં દેરાંની કે મહોત્સવની કોઈપણ પ્રશંસા કરે છે તેથી તે બળી મરે છે. અહાહ ! મત્સરની દુરંતતા! ધર્મ ઉપર પણ આટલે બધે ઠેષ! આવા દ્રષને પાર પણ પામે અતિ દુસહ છે. એટલા જ માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં કહ્યું છે કે
ઈર્ષારૂપ સમુદ્રમાં વહાણ પણ ડૂબી જાય છે ત્યારે તેમાં બીજા પાષાણુ જેવાં ડૂબે તેમાં શું નવાઈ છે? વિદ્યામાં, વ્યાપારમાં, વિશેષ જ્ઞાનની વૃદ્ધિમાં, સંપદામાં, રૂપાદિક ગુણમાં, જાતિમાં, પ્રખ્યાતિમાં, ઉન્નતિમાં, મોટાઈમાં, એટલામાં લેકેને મત્સર હોય છે પણ ધિકાર છે કે ધર્મના કાર્યમાં પણ મત્સર છે!
બીજી રાણીઓ તે બિચારી સરળ સ્વભાવની હોવાથી પટરાણીનાં કૃત્યની અનુમદના વારંવાર કરે છે, પણ આના (પટરાણીના) મનમાંથી ઈષ્ય સ્વભાવ જતો નથી. ઈષ્યમાં ને ઈષ્યમાં રહેતાં તેને એ કેઈક દુનિવાર રોગ ઉત્પન્ન થયે કે જેથી તે સર્વથા જીવવાની આશાથી નિરાશ થઈ. છેવટે રાજાએ પણ તેનાં સર્વ આભૂષણ લીધાં તેથી શક્યો ઉપરના વેષભાવથી અત્યંત દુર્ગાનમાં મરણ પામીને શક્યોનાં દેરાં, પ્રતિમા, મહત્સવ, ગીતાદિકનાં ઈર્ષ્યા કરવાથી પિતાના બનાવેલા દેરાસરના બારણા આગળ ઉત્પન્ન થઈ. તે પૂર્વના અભ્યાસથી દેરાના દરવાજા આગળ જ બેસી રહે. તેને દેરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org