________________
[ ૪૨]
રાધિકા
એકવીશ પ્રકારે પૂજા વિધિ. ઉમાસ્વાતી વાચકે પૂજા પ્રકરણમાં એકવીસ પ્રકારી પૂજા વિધિ નીચે મુજબ લખેલ છે.
“પૂર્વદિશા સન્મુખ સ્નાન કરવું, પશ્ચિમદિશા સન્મુખ દાતણ કરવું, ઉત્તર દિશા સન્મુખ વેત વસ્ત્ર પહેરવાં, પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી ભગવંતની પૂજા કરવી. ઘરમાં પેસતાં ડાબે ભાગે શલ્ય રહિત પિતાના ઘરના ઓટલાથી દેઢ હાથ ઊંચી જમીન ઉપર ઘરદેરાસર કરવું. પિતાના ઘરથી નીચી જમીન ઉપર ઘરદેરાસર કે દેરા સર કરે તે દિન પર દિન તેના વંશની અને સંતતિ-પુત્રપૌત્રાદિકની પરંપરા પણ સદાય નીચી પદ્ધતિને પામે છે. પૂજા કરનાર પુરુષ પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પુજા કરે. દક્ષિણદિશા વર્જન કરવી અને વિદિશા તે સર્વથા વજનજ કરવી યોગ્ય છે. જો પશ્ચિમદિશા સન્મુખ ઉભા રહી ભગવંતની મૂર્તિની પૂજા કરે તે ચોથી સંતતિથી (ચેથી પેઢીથી) વંશને ઉછેદ થાય, અને દક્ષિણદિશા સન્મુખ ઊભા રહી પૂજા કરે છે તેને સંતતિજ ન થાય (નિર્વશ થાય). અગ્નિકેણમાં ઊભા રહી પૂજા કરે તે દિનદિન ધનની હાનિ થાય, વાયવ્યકોણમાં ઊભા રહી પૂજા કરે તો તેને પુત્રજ ન હોય (થાય), નૈને ત્યકેશુમાં ઊભા રહી પૂજા કરવાથી કુળને ક્ષય થાય, અને ઈશાનકેશુમાં ઊભા રહી પૂજા કરે છે તે એક સ્થાનકે સુખે ઠરીને બેસી શકે નહીં.
બે પગે બે ઢીંચણે, બે હાથે, બે ખભે, એક મસ્તકે, એમ નવે અંગે પૂજા કરવી. ચંદન વિના કોઈપણ વખતે પૂજા કરવી નહીં. કપાળ, કઠે હૃદયકમળ, ઉદર, એ ચાર સ્થાનકે તિલક કરવાં. નવસ્થાનકે (૧ બે અંગુઠા, ૨ બે ઢીંચણ, ૩ બે હાથ, ૪ બે ખભે, ૫ મસ્તકે ૬ પાળે, ૭ કે, ૮ હૃદયકમળ, ૯ ઉદરે) તિલક કરીને દરરોજ પૂજા કરવી. વિચક્ષણ, પુરુષે પ્રભાતે વાસપૂજા, મધ્યાહ્નકાળે ફૂલપૂજા અને સંધ્યાકાળે ધૂપ દીપપૂજા કરવી. ભગવંતની ડાબી તરફ ધૂપ કરવો અને જલપાત્ર સન્મુખ મૂકવું તથા જમણી તરફ દીવે મક, અને ચૈત્યવંદન કે ધ્યાન પણ ભગવંતથી જમણી તરફ બેસીને કરવાં.
હાથથી લેતાં અથડાઈને પડી ગયેલું, જમીન ઉપર પડેલું, પગ પ્રમુખ કોઈપણ અશુચિ અંગે લાગી ગયેલું, માથા ઉપર ઉપાડેલું, મલિન વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે રાખેલું, દુષ્ટ લેક કે હિંસા કરનાર કેઈપણ જીવે સ્પલું, ઘણાક ઠેકાણે હણાયેલું (ચુંથાયેલું), કડા પ્રમુખે કરડેલું, એવું ફૂલ, ફળ કે પત્ર ભકિતવંત પ્રાણુએ ભગવંતને ચઢાવવું નહીં. એક ફૂલના બે ભાગ કરવા નહીં કળીને પણ છેદવી નહીં, ચંપાના કે કમળના ફૂલને જે ભાગે તો તેથી પણ મોટે દોષ લાગે છે. ગંધ, ધૂપ, અક્ષત, ફૂલ, માળા, દીપ, નૈવેદ્ય, જળ અને ઉત્તમ ફળથી ભગવંતની પૂજા કરવી.
“ શાંતિક કાર્યમાં વેત, લાભકારી કાર્યમાં પીળાં, શત્રુના જયમાં શ્યામ, મંગળ કાર્યમાં રક્ત અને પાંચ વર્ણના કાર્યસિદ્ધિ માટે વાપરવાં પંચામૃતને અભિષેક કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org