________________
[ ૨૦૪ ]
श्राद्धविधिप्रकरण |
“અલંકારના સંબંધ વિના અને ક્રોધાદિકના વિના સારભૂત સૌમ્ય કાન્તિથી મનેાહર અને પેાતાના સ્વાભાવિકરૂપવડે ત્રણ જગતને જીતનારૂં જિનબિ ંબ રક્ષણ કરે.”
• ઉતાર્યો છે કુસુમ અને આભૂષણ જેવાં એવું, અને વળી સહજ સ્વભાવથી પ્રગટ થયેલ છે ભવ્ય જીવના મનને હરનારી મનેાહર છેશેાભા જેની એવુ સ્નાત્ર કરવાના ખાજોઠ ઉપર રહેલુ વીતરાગનુ રૂપ તમને મેાક્ષ આપે.’ એમ કહીને નિર્માલ્ય ઉતારવું. ત્યારપછી પ્રથમથી તૈયાર રાખેલા કળશ કરવા, અગલુછણુ કરી સંક્ષિપ્તથી પૂજા કરવી. ત્યારપછી નિર્મળ જળથી ધાયેલા અને ધૂપથી ધુપેલા કળશમાં સ્નાત્ર કરવા યેાગ્ય સુગંધી જળ ભરી તે કળશે!ને શ્રેણીબંધ પ્રભુની સન્મુખ શુદ્ધ નિર્મળ વસ્ર ઢાંકીને પાટલા ઉપર સ્થાપન કરવા. ત્યાર પછી પેાતાનુ' ચંદન હાથમાં લઇને તિલક કરી, હાથ ધેાઇ, પાતાના ચંદનથી હાથ લેપીને, હાથે કંકણ બાંધી, હાથ ધૂપીને શ્રેણીબદ્ધ સ્નાત્ર કરનાર શ્રાવક કુસુમાંજલિ ( કેસરથી વાસિત છૂટાં ફૂલ) ભરેલી રકેબી હાથમાં લઇ ઊભેા રહી કુસુમાંજલિના
પાઠ ઉચ્ચાર કરે.
સેવત્રા, મચકુંદ, માલતી વિગેરે પંચવર્ણા ઘણા પ્રકારનાં ફૂલની કુસુમાંજલિ સ્નાત્રના અવસરે દેવાધિદેવને હર્ષિત થયેલા દેવતા સમગ્ર કરે છે. ” એમ કહીને પરમેશ્વરને મસ્તકે ફૂલ ચઢાવવાં,
66
“ સુગંધના લાભથી ખેંચાઇ આવેલા ભમરાઓના ઝંકાર શબ્દથી ગાયન થતી જિનેશ્વર ભગવંતના ચરણ ઉપર મૂકેલી કુસુમાંજલિ તમારા પાપને દૂર કરે. ” એમ દરેક ગાથા ભણીને પ્રભુના ચરણકમળે શ્રાવક કુસુમાંજલિ પ્રક્ષેપ કરે. એવી રીતે કુસુમાંજલિએ તિલક, પ, પાન, પ્રમુખના આડંબર કરવા. ત્યારપછી મધુર અને ઉચ્ચ સ્વરે જે જિનેશ્વર પધરાવ્યા હોય તેમના નામના જન્માભિષેકના કળશના પાઠ ખેાલવા. ત્યારપછી ઘી, શેલડીના રસ, દૂધ, દહીં, સુગધી જળ, એ પંચામૃતથી અભિષેક કરવા. સ્નાત્ર કરતાં વચમાં ધૂપ દેવા અને સ્નાત્ર કરતાં ભગવતનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવુ, પણું ઉઘાડું રાખવું નહીં, જે માટે વાદીવૈતાળ શ્રી શાંતિસૂરિએ કહેલ છે કે, “ સ્નાત્રજળની ધારા જ્યાંસુધી પડે ત્યાંસુધી મસ્તક શૂન્ય ન રખાય, માટે મસ્તક ઉપર પુષ્પ ઢાંકી રાખવું. સ્નાત્ર કરતાં ( પખાલ કરતાં ) ચામર વીંઝવા, ગીત વાજિંત્રનેા આડંબર સર્વ શક્તિથી કરવા. સ્નાત્ર કીધા પછી જો ફરીને સ્નાત્ર ન કરવુ હાય તેા શુદ્ધ જળથી ધારા દેવી અને આ પાઠ મેલા.
""
“ ધ્યાનરૂપ મંડળના અગ્ર ભાગની ધારા હાય જ નહીં શું ? એવી ભગવંતના અભિ ષેકના જળની જે ધારા છે તે સંસારરૂપ ઘરની ભીંતાના ભાગને ફરીને પણ ભેદ કરા. ” એમ કહીને ધારા દેવી. ત્યારપછી અગલુછણા કરી વિલેપન આભૂષણ પ્રમુખથી આંગીની રચના કરી પહેલાં પૂજા કરી હતી તેથી પણ અધિક કરવી. સર્વ પ્રકારનાં ધાન્ય, પકવાન,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org