________________
[ ૨૪૮ ]
દાદા પ્રમુખ તેણે ભરાવેલી ( કરાવેલી) પ્રતિમા પુજવી,” કઈક આચાર્ય એમ કહે છે કે “ પિતે વિધિપૂર્વક પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવીને પૂજવી,” વળી કેટલાક આચાય એમ કહે છે કે “વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ હોય એવી પ્રતિમાની પૂજા કરવી.” એવી પ્રતિમાની પૂજા કરવાની રીતિમાં બતાવેલી વિધિપૂર્વક પૂજા કરવી.
માતાપિતા પ્રમુખે કરાવેલી પ્રતિમાજ પૂજવી એવો વિચાર ચિત્તમાં ધરવો નહી મમકાર કે આગ્રહ રાખીને અમુકજ પ્રતિમા પૂજવી. એ આશય રાખવો નહીં. જ્ય
જ્યાં પ્રભુમુદ્રા સમ આકારવાળી દેખાય ત્યાં ત્યાં તે પ્રતિમા પૂજવી. કેમકે સર્વ પ્રતિમામાં તીર્થકરને આકાર દેખવાથી પરમેશ્વરની બુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે, અને જો એમ ને હોય તો ખરેખર પિતાનો હઠવાદ કરવાથી અહંત બિંબની અવગણના કરવાથી અનંત સંસાર પરિભ્રમણ કરવાનો બળાકારથી તેના ઉપર આવી પડે. વળી કેઈના મનમાં એવો વિચાર આવે કે, અવિધિકૃત પ્રતિમાપૂજનથી ઊલટો દોષ લાગે છે, પણ એમ ધારવું નહીં કે અવિધિની અનુમંદનાના પ્રકારથી આજ્ઞાભંગને દોષ લાગે. અવિધિકૃત પ્રતિમા પૂજનથી પણ કાંઈ દેષ લાગતો નથી એમ આગમમાં લખેલ છે. જે માટે ક૯૫ભાષ્યમાં કહેલ છે કે –
નિશ્રાકૃત તે કઈક ગછનું ચિત્ય, અનિશ્રાકૃત તે ગ૭ વગરનું (સર્વને સાધારણ) ચૈત્ય, એવા બન્ને પ્રકારના ચેયે ત્રણ સ્તુતિ કહેવી. એમ કરતા જે ઘણી વાર લાગે અને તેટલી વાર ટકી શકાય એમ ન હોય તે એકેક થાય (સ્તુતિ ) કહેવી. પણ જે જે દેરે ગયા ત્યાં રસ્તુતિ કહ્યા વિના પાછું ન ફરવું માટે વિધિકૃત હોય કે ન હોય પણ જરૂર પૂજવા.
જે દેરાસરની સારસંભાળ કરનારા શ્રાવક પ્રમુખ ન હોય એવા દેરાસરને અસં. વિજ્ઞ દેવકુલિકા કહીએ. તેમાં (અસંવિજ્ઞ દેવકુલિકા-દેરાસરમાં ) જે કરેળીયાએ જાળ બાંધેલ હોય, ધૂળ જામી ગઈ હોય, તો તે દેરાસરના સેવકોને સાધુ પ્રેરણા કરે કે મંખ ચિત્રામણના પાટીયા પેટીમાં રાખીને તે ચિત્રામણનાં પાટીયાં બાળકને દેખાડીને પૈસા લેનાર લોકોની જેમ તેના પાટીયાં રંગબેરંગી વિચિત્ર દેખાવના હોવાથી તેની આજીવિકા સુખે ચાલે છે તેમ તમે પણ જે દેરાસરની સાર સંભાળ સારી રાખીને વર્તાશો તે તમારું માનસત્કાર થશે. વળી તે સેવક એટલે દેરાસરના ચાકરો જે દેરાને પગાર ખાતા હોય તે તથા તે દેરાસરની પાછળ ગામની લાગત ( લાગી ) ખાતા હોય કે ગામ ગરાસ જમીન ભેગવતા હોય તે તેને નિર્ભસના પણ કરે (ઠપકો આપે છે કે તમે દેરાસરની લાગત ખાઓ છો છતાં પણ તેની ( દેરાસરની ) સારસંભાળ સારી રાખતા નથી. એમ ઠપકો આપવાથી પણ તેની યતના ન કરે તે તેમાં દેખીતા જ્યારે જીવ ન હોય ત્યારે તે કરોળીયાના પડને સાધુ પિતાને હાથે ઉખેડી નાખે તે તેમાં તેને દોષ નથી. એમ વિનાશ પામતાં ચૈત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org