________________
પ્રથમ વિન-ચકલા |
[ ૨૪]
જયારે સાધુએ પણ ઉવેખવાં નહીં ત્યારે શ્રાવકની શી વાત અર્થાત્ શ્રાવકોએ દેરાસરોની પૂરતી સારસંભાળ રાખવી જ જોઈએ અને તેમાં કઈ પણ પ્રકારની આશાતના થવા દેવી જોઈએ નહીં કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને પણ શ્રાવક પ્રમુખના અભાવે છટ આપવામાં આવેલી છે તો તે કૃત્ય શ્રાવકનું છતાં શ્રાવકે કદી પણ વિસારી મૂકવું નહીં જરૂર યથાશક્તિ દેરાની સારસંભાળ કરવી જોઈએ. આ બધે પૂજાને અધિકાર હેવાથી પ્રસંગથી આવેલ અધિકાર બતાવ્યું છે.
ઉપર લખેલી ના ત્રાદિકની વિધિનો વિસ્તાર તે ધનવાન શ્રાવકથી જ બની શકે એવો છે પણ ધન રહિત શ્રાવક તે સામયિક લઈને જે કોઈની પણ સાથે તકરાર પ્રમુખ કે પોતાને માથે ઋણ (કરજ ) ન હોય તે ઈર્યાસમિતિ પ્રમુખનાં ઉપયોગ સહિત સાધુની પેઠે ત્રણ નિસાહિ પ્રમુખ ભાવપૂજાની રીતિ પ્રમાણે દેરે આવે. ત્યાં જે કદાચિત કઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હેય તે સામાયિક પારીને તે ફુલ ગુંથવા પ્રમુખ કાર્યમાં પ્રવર્તે. કેમકે, એવી દ્રવ્યપૂજાની સામગ્રી પોતાની પાસે હોય નહીં અને એટલે ખર્ચ પિતાના નિર્ધન પણાને લીધે થઈ શકે એમ નથી તો પારકી સામગ્રીથી તેનો લાભ લઈ લે. અહિંયાં કોઈ એ પ્રશ્ન કરે કે, સામાયિક ત્યાગીને દ્રવ્યસ્તવ કરવું કેમ ઘટમાન હેય? તેને ઉત્તર એમ છે કે –સામાયિક તે પિતાને વાધીન છે. તે તે જયારે ધારે ત્યારે બની શકે એમ છે, પરંતુ દેરાસરમાં આ કુલ પ્રમુખ કૃત્ય તે પરાધિન છે, સામુદાયિક કામ છે, પિતાને સ્વાધીન નથી, અને કેઈક વખતે બીજે કઈક દ્રવ્ય ખરચ કરનાર હોય, ત્યારે જ બની શકે એમ છે માટે સામાયિક કરતાં પણ એના આશયથી મહાલાભની પ્રાપ્તિ થતી હોવાથી સામાયિક પારીને પણ દ્રવ્ય સ્તવમાં પ્રવર્તવાથી કંઈ દેષ લાગતો નથી. તે માટે શાસ્ત્રમાં કહે છે કે –
સમ્યગદષ્ટિ જીવને બધીબીજની પ્રાપ્તિ થાય, સમ્યકત્વને હિતકારી થાય, આજ્ઞાનું પાલન થાય, ભગવંતની ભક્તિ થાય, જૈનશાસનની ઉન્નતિ થાય એમ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે, માટે નિર્ધન શ્રાવકે સામાયિક પારીને પણ દ્રવ્યસ્તવ કરવું.
દિનકૃત્યસૂત્રમાં પણ કહેવું છે કે:-“એવા પ્રકારે આ સર્વ વિધિ અદ્ધિવંતને માટે કહી અને ધન રહિત શ્રાવક પિતાનાં ઘરમાં સામાયિક લઈ જે કઈ માર્ગમાં લેણદાર કે કોઈની સાથે તકરાર ન હોય તે સુસાધુની જેમ ઉપગવત થઈને જિનમંદિરે જાય. ત્યાં જિનમંદિરમાં જે કાંઈક કાયાથી જ બની શકે એવું દ્રવ્યસ્તવરૂપ કામ હોય તે પ્રામાયક મૂકીને તે દ્રવ્યસ્તવરૂપ કરણી કરે. ” છે આ શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં “વિહળા” (વિધિપૂર્વક) એ પદથી દશ ત્રિક, પાંચ અભિગમ પ્રમુખ ચાવીસ મૂળદ્વારે કરી બે હજાર ચુમેતેર બાબતે જે ભાષ્યમાં માણાવી છે, તે સર્વ બાબતે ધારવી. જેમકે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org