________________
-
-
કથક નિરાઘારે
[ ૨૪૭ ]
બોલવાઈ જાય તે કાંઈ દેષ લાગતો નથી. આરતી મંગળદીવામાં મુખ્ય વૃત્તિએ (ઘણું કરી) ઘી, શેળ, કપૂર મૂકે જેથી મહાલાભ પમાય. ' લોકિક શાસ્ત્રમાં કહેલ છે કે –
“પરમેશ્વરની પાસે કપૂરથી દો કરે તે અશ્વમેધ યજ્ઞનું ફળ પામે, અને તેના ફળનો પણ ઉદ્ધાર થાય છે.” આ “શ્રીહરિભદ્રસૂરિએ કરેલા સમરાદિત્ય કેવળીના ચરિત્રની આદિમાં “વળ મં×િ વા' એવો પાઠ દેખાય છે તેથી આ સ્નાત્ર વિધાનમાં દર્શાવેલી “કુ ? એ ગાથા તેમની (શ્રીહરિભદ્રસૂરિની) કરેલી સંભવે છે.” આ નાત્રવિધાનમાં જે જે ગાથા આવેલી છે તે બધી તપાગચ્છમાં પ્રસિદ્ધ છે તે માટે લખી નથી, પણ સ્નાત્રપૂજાના પાઠથી જઈ લેવી.
વળી નાત્રાદિકમાં સામાચારીના ભેદથી વિવિધ પ્રકારનો વિધિમાં પણ ભેદ દેખાય છે તે પણ તેમાં કોઈ મુંઝાઈ જવું નહીં. કેમકે અરિહંતની ભકિતથી સર્વને સામાન્ય મોક્ષફળનું સાધ્ય એક જ છે. વળી ગણધરાદિકની સામાચારીમાં પણ ઘણા ભેદ હોય છે તે માટે જે જે કાર્ય ધર્મથી અવિરુદ્ધ હોય અને અહંત ભગવંતની ભકિતનું પિષક હોય તે કોઈ આચાર્યને અસંમત નથી, એમ સર્વ ધર્મકૃત્યમાં સમજી લેવું.
અહિયાં જિનપૂજાના અધિકારમાં આરતી ઉતારવી, મંગળદીવો ઉતાર, લુણ ઉતાહવું એ વિગેરે કેટલીક કરણીઓ કેટલાક સંપ્રદાયથી સર્વ ગોમાં અને પારદર્શનમાં hણ જમણી બાજુથી કરાય છે. | શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં તે એવી રીતે પછાક્ષરથી લખેલું છે કે – कवणाई उतारणं पायलित्तसूरियाई पुव्वपुरिसेहिं संहारेण अणुन्नयंपि संपयं सिट्ठिए कारिजई।
લવણ આરતીનું ઉતારવું પાદલિપ્ત સૂરિ આદિક પૂર્વપુરુષોથી સંહારથી કરવું અનુજ્ઞાત છે, પણ હમણાં તે જમણી બાજુથી કરાય છે. છે. સનાત્ર કરવામાં સર્વ પ્રકારે વિસ્તારથી પૂજા–પ્રભાવનાદિકના સંભવથી પરલેકના ઉત્તમ ફળની પ્રાપ્તિ સ્પષ્ટપણે દેખાય છે. વળી જિનજન્માદિ સ્નાત્ર ચેસઠ ઇંદ્રો પણ કરતા હતા તેમની જેમ આપણે પણ કરીએ તે તેમને અનુસારે કર્યું કહેવાય તેથી આલેના ફળની પણ પ્રાપ્તિ જરૂર થાયજ છે એમ સમજવું.
કેવી પ્રતિમા પૂજવી. પ્રતિમાઓ વિવિધ પ્રકારની હોય છે તેના ભેદ પૂજાવિધિ સમ્યકત્વ પ્રકરણમાં કહેલ છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે “ગુરુકારિતા–ગુરુ જે માતાપિતા દાદા પડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org