________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૩]
હવામી સેવકભાવ કેમ હવે જોઈએ? જેમકે, એક બિંબની આદર, ભક્તિ, બહુમાનથી પૂજા કરવી અને બીજા બિંબની છેડી પજા કરવી જે એમજ હોય તે આ મોટી આશાતના છે, એમ નિપુણ બુદ્ધિવાળાના મનમાં આવ્યા વિના રહે જ નહીં. જે એમ કઈ સમજે તે તેને ગુરુ ઉત્તર આપે છે.
મૂળનાયકની પહેલી પૂજા કરવામાં દોષ ન લેવા સંબંધી ઉત્તર| સર્વ જિનપ્રતિમાઓના પ્રાતિહાર્ય વિગેરે પરિવાર સરખા જ છે બુદ્ધિવંત પ્રાણીને હવામી સેવકભાવની બુદ્ધિ થતી જ નથી. નાયક ભાવે તે સર્વ તીર્થકર સમાન છતાં પણ સ્થાપન સમયે એવી કલ્પના કરી છે કે, આ તીર્થકરને મૂળનાયક ગણવા, ત્યારે એજ વ્યવહારથી મૂળનાયક પ્રથમ પૂજાય છે, પરંતુ બીજા તીર્થકરોની અવજ્ઞા કરવાની બુદ્ધિ બીલકુલ છે જ નહીં. એક તીર્થંકરની વંદના, સ્તવન, પુજા કરવાથી કે નૈવેદ્ય ચઢાવવાથી પણ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તતા પુરૂની આશાતના કાંઈ જ્ઞાનીએ દીઠી નથી. જેમ માટીની પ્રતિમાની પૂજા ખરેખર અક્ષત, પુષ્પાદિકથી જ કરવી ઉચિત સમજાય છે, પણ જળ, ચંદનાદિકથી કરવી ઉચિત સમજાતી નથી. અને સોનારૂપાદિક ધાતુની કે રત્ન પાષાણની પ્રતિમાની પુજા જળ, ચંદન, પુષ્પાદિકથી કરવી સમુચિત સમજાય છે, તેવાજ પ્રકારે મૂળનાનાયકની પ્રતિમાની પુજા પ્રથમ કરવી પણ સમુચિત સમજાય છે. જેમ ધમ. વિત પ્રાણુની પૂજા કરતાં બીજા લોકેનું અપમાન કર્યું ગણાતું નથી તેમ જે ભગવંતનું જે દિવસે કલ્યાણક હોય તે દિવસે તે ભગવંતની વિશેષ પૂજા કરતાં કાંઈ બીજા ભગવંતની પ્રતિમાઓનું અપમાન થતું નથી, કેમકે, બીજાની આશાતના કરવાને પરિણામ નથી. ઉચિત પ્રવૃત્તિ કરતાં બીજા લોકોનું અપમાન ગણાતું નથી તેમ મૂળનાયકની વિશેષ પૂજા કરતાં બીજા જિનબિંબની અવજ્ઞા થતી નથી.
ભગવંતના દેરાસર તથા બિંબની પૂજા જે કરે છે તે તેઓને માટે નથી પણ શુભભાવનાના નિમિત્ત માટે જ કરે છે. જિનભવનાદિ નિમિત્તથી આત્માનું ઉપાદાન યાદ આવે છે. વળી અધ જીવને બોધની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક પ્રાણ દેરાસરની અંદર રચના દેખી બેધ પામે છે. કેટલાક જિનેશ્વર ભગવંતની પ્રશાંત મુદ્રા દેખી બોધ પામે છે. કેટલાએક પૂજા આંગીને મહિમા દેખીને અને સ્તવનાદિક સ્તવવાથી અને કેટલાએક ઉપદેશની પ્રેરણાથી પ્રતિબોધ પામે છે.
“સર્વ પ્રતિમાઓ એકસરખી પ્રશાંત મુદ્રાવાળી હોતી નથી, પણ મૂળનાયકની પ્રતિમા તે વિશેષે કરી પ્રશાંત મુદ્રાવાળી જ હોય છે તેથી ઝટ બોધ પામી શકાય છે માટે પ્રથમ મૂળનાયકની જ પૂજા કરવી એજ ગ્ય છે.” એટલા જ માટે ચૈત્ય (દેરાસર) છે ઘરદેરાસરની પ્રતિમા દેશકાળની અપેક્ષાઓ જેમ બને તેમ યથાશક્તિયે અતિશય I વિશિષ્ટ સુંદરકારવાળા જ ભરાવવી. ઘર દેરાસરમાં તે પીતળ, તાંબા, રૂપા પ્રમુખનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org