________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૩૨ ]
અને બે ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચિત્યવંદના કહેવાય; તેમજ ચાર વાર કે પાંચ વાર શકસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટ દૈત્યવંદના કહેવાય છે. ઈરિયાવહી પહેલી પડિટકમીને ચૈત્યવંદન કરે અને છેડે જય વીયરાય તે પ્રણિધાન, નમુથુણું કહી, પછી બમણું ચૈિત્યવંદન કરે, ફરી ચિત્યવંદન કહી નમુથુર્ણ કહે, વળી અરિહંતઈયાણું કહી ચાર થઈયે દેવ વાંદે, એટલે ફરી નમુથુર્ણ કહે. તેમાં ત્રણ વાર નમુથુણું આવે એ મધ્યમ ચૈત્યવંદન કહેવાય છે. એક વાર દેવ વાંદે તેમાં શકસ્તવ બે વાર આવે, એક પહેલું અને એક છેલ્લે, એમ સર્વ મળી ચાર શકસ્તવ થયા. એમ બે વાર કરવાથી તે આઠ શકસ્તવ આવે છે, પણ ચાર જ ગણાય છે. એ પ્રમાણે ચેત્યવંદન કરવાથી ઉત્કૃષ્ટ ચિત્યવંદના કરી કહેવાય છે. શક્રસ્તવ કહેવું, વળી ઈરિયાવહી પડિકમીને એક શકસ્તવ, એ બે વાર ચૈત્યવંદના કરે ત્યાં ત્રણ શકસ્તવ થાય, ફરી ચિત્યવંદન કહી, નમુથુણું કહી, અરિહંતઈયાણું કહી, ચાર થઈ કહે. ફરી ચૈત્યવંદન નમુથુણું કહી, ચાર ઈ કહી, બેસી નમુક્કુણું કહી સ્તવન કહીને જય વીયરાય કહે, એમ પાંચ શકસ્તવ થવાથી ઉત્કૃષ્ટ ચિત્યવંદના કહેવાય છે.
સાત વખત કરાતાં ચૈત્યવંદન, ચૈત્યવંદન સાત વાર દરરોજ સાધુને કરવાનું મહાનિશીથ સૂત્રમાં કહેલું છે. તેમજ શ્રાવકને પણ સાત વારનું ભાગ્યમાં કહેલ છે, તે બતાવે છે.
(૧) રાઈપોડક્કમણામાં, (૨) મન્દિરમાં, (૩) ભજન પહેલાં (પચખાણ પારવાનું), (૪) દિવસ ચરિમનું, (ગોચરી કર્યા પછી) (૫) દેવસીપડિકમણામાં, (૬) શયનસમયે (સંચારા પારસી ભણાવતાં) (૭) જાગીને, એમ દરરોજ સાધુને સાત વાર ચૈત્યવંદન કરવા કહ્યા છે. તેમજ શ્રાવકને પણ સાત વાર સમજવા તે નીચે મુજબ-જે શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરનાર હોય તેને ઉપર લખેલી રીતિ પ્રમાણે અથવા બે વખતના આવશ્યકના બે સુવા જાગવાના તથા ત્રિકાળ દેવવંદના થાય, સૂવાની વખતે ન કરે તેને પાંચ વાર થાય, અને જાગવાની વખતે પણ ન કરે તેને ચાર વાર થાય. ઘણું દેરાસરના જુહાર કરનારને તે વળી ઘણીવાર ચૈત્યવંદના થાય છે. જેનાથી બીજા ન બને તથા જિનપૂજા પણ કરવાની જે દિવસે અડચણ હોય તે પણ ત્રિકાળ દેવ તે જરૂર વાંદવા. શ્રાવકને માટે આગમમાં કહેલું છે કે
હે દેવાનુપ્રિય! આજથી માંડીને જાવજીવ સુધી ત્રિકાળ અચક, નિશ્ચલ અને એકાગ્ર ચિત કરી દેવ વાંદવા. હે પ્રાણુઓઅપવિત્ર, અશાશ્વત, ક્ષણભંગુર, એવા આ મનુષ્ય શરીરથી આ જ સાર છે. તેમાં પહેલા પહેરે જ્યાં સુધી દેવને અને સાધુને વિદાય નહીં ત્યાં સુધી પાણી પણ પીવું નહીં. તેમજ માહે જ્યાં સુધી દેવ ન વાંધા હોય pયાંસુધી ભેજન પણ ન કરવું. તેમજ પાછલે પહેરે ખરેખર તેમજ કરવું જ્યાં સુધી દેવ ન વાંવા હોય ત્યાં સુધી રાત્રિયે શા ઉપર સૂવું પણ નહીં.”
For Private & Personal Use Only
.
Jain Education International
www.jainelibrary.org