________________
અત્યualી |
[ રરૂપ ]
સર્વ ઉપરાઉપર મુકાય છે, એક બીજા માંહમાંહે સંલગ્ન છે તેઓને એક બીજાઓને જળાદિકને સ્પર્શ, અંગહણને સ્પર્શ એક બીજાને થયા પછી થાય છે (ઉપરની દાઢાને સ્પર્શેલું પાણી નીચલી દાઢાને લાગે છે) પૂર્વધર પૂર્વાચાર્યોએ પૂર્વકાળમાં પ્રતિષ્ઠા કરેલી એવી પ્રતિમા કેટલાએક ગ્રામ, નગર, તીર્થાદિક ઉપર છે તેમાં કેટલીક વક્તા (એકજ અરિહંતની) નામે, અને બીજી ક્ષેત્રા (એક પાષાણુ કે ધાતુમય પટ્ટક ઉપર ચોવીસ પ્રતિમા ભરત ક્ષેત્ર, અરાવ ક્ષેત્રની પ્રતિમાઓ કરી હોય તે) નામે, વળી મહાખ્યા (ઉત્કૃણા કાળની અપેક્ષાયે એ સીતેર પ્રતિમાઓ એકજ પટ્ટક ઉપર કરી હોય તે) નામે, એમ ત્રણે પ્રકારની પ્રતિમાઓ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ જ છે. વળી પંચતીથી પ્રતિમાઓમાં ફુલની વૃષ્ટિ કરનારા માળાધર દેવતાના રૂપે કરેલાં હોય છે, તે પ્રતિમાઓને અભિષેક કરતાં માળાધર દેવતાના રૂપે કરેલાં હોય છે, તે પ્રતિમાઓને અભિષેક કરતાં માળાધર દેવતાને સ્પર્શેલું પાણી જિનબિંબ ઉપર પડે છે, વળી પુસ્તકમાં પાનાં ઉપરાઉપરી રહે છે, પરસ્પર સંલગ્ન હોય છે, તેને પણ દેષ લાગવો જોઈએ, પણ તેમ કાંઈ દેષ લાગતું નથી. તે માટે માળાધર દેવનું સ્પશેલું પાણુ જિન ઉપર પડે તોપણ દેષ નથી લાગતું, એમ ચોવીસ વઠ્ઠામાં પણ ઉપરના જિનબિંબને સ્પર્શેલું પાણી નીચેના જિનબિંબને સ્પર્શે છે, તેમાં કાંઈ પૂજા કરનારને કે પ્રતિમા ભરાવનારને નિર્માલ્યતા પ્રમુખને દોષ લાગતો નથી. એમ આચરણ અને યુક્તિઓ શાસ્ત્રોમાં દેખાય છે. વૃહત ભાષ્યમાં પણ કહેવું છે કે
કોઈક ભક્તિવંત શ્રાવક જિનેશ્વર ભગવંતની ઋદ્ધિ દેખાડવા અને દેવતાઓના આવાગમનને પણ દેખાવ દેખાડવા માટે અષ્ટ મહાપ્રાતિહાર્યના ચિત્ર સહિત પ્રતિમા ભરાવે છે. વળી કેઈક દર્શન, જ્ઞાન, ચારિત્રના આરાધન નિમિત્તે એક પટ્ટકમાં ત્રણ પ્રતિમા ભરાવે છે. કોઈક પંચપરમેષ્ઠી આરાધન નિમિતે એક પટ્ટક ઉપર પાંચ જિનની પ્રતિમા ભરાવે છે. કોઈક વળી ચોવીસ તીર્થંકરના કલ્યાણક તપના આરાધન નિમિતે એક પટ્ટક ઉપર
વીસે તીર્થકરની ચાવીસી ભરાવે છે. કેઈક વળી અત્યંત ભક્તિની તીવ્રતાથી અઢીદ્વીપમાં ઉત્કૃષ્ટ કાળે વર્તતા એકસો સતેર તીર્થકરની પ્રતિમા એક જ પટ્ટક ઉપર ધનવંત હોય તે ભરાવે છે.
તે માટે ત્રણ તિથી, પંચતીથી, ચોવીસી પ્રમુખમાં ઘણું તીર્થકરોની પ્રતિમા હોય તે ન્યાયયુક્ત છે એ અંગપૂજાને અધિકાર સમાપ્ત થયે.
અગ્રપૂજા અધિકાર. સોના રૂપાના અક્ષત કરાવીને તેથી, કે ઉજવળ શાળી પ્રમુખના અખંડ ચોખાથી અથવા સફેત સરસવથી પ્રભુ આગળ અષ્ટ મંગલિક કરવાં જેમ શ્રેણિક રાજા દરરોજ સેનાના યવથી શ્રીવીર પ્રભુની સન્મુખ જઈ સ્વસ્તિક કરતા હતા અથવા રત્નત્રયી (જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org