________________
प्रथम दिन
-ધ્રુત્યપ્રજારા |
[ ૨૨૨ ]
અહિયાં પ્રભુ આગળ ચડાવેલા ચેાખા, બદામ પણ નિર્માલ્ય થાય એમ કહ્યું, પણ બીજા કાઈપણુ આગમમાં કે પ્રકરણમાં કે ચરિત્રામાં કયાંય પણ એવા આશય ખતાવેલ નથી, તેમજ વૃદ્ધ પુરુષાના સંપ્રદાય પણ તેવા કોઇપણ ગચ્છમાં દેખાતા નથી. જે કાઈ ગામમાં આવકના ઉપાય ન હાય, ત્યાં અક્ષત, બદામ, ફળાદિકથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી પ્રતિમાની પૂજા કરાવવાના પણુ વિધિ છે. જો અક્ષતાદિક પણ નિર્માલ્ય સિદ્ધ થતા હાય તા તેનાથી ઉત્પન્ન થયેલા દ્રવ્યથી જિનપૂજા પણ કેમ થાય? માટે અમે આગળ લખી ગયા છીએ કે, જે વાપરવા ચેાગ્ય ન રહ્યું, તે જ નિર્માલ્ય છે, એજ ઉક્તિ ખરી કરે છે; કેમકે શાસ્ત્રોમાં લખેલ જ છે કે, ‘મોવિળવું ટ્યું નિમર્જી વિંતિ નીયસ્થા, ' એ પાઠ ઉપરથી દેખાય છે કે, જે વાપરવા ચેાગ્ય ન રહ્યું તે નિર્માલ્ય, એ ઉપરાંત વિશેષ તત્ત્વ તા સર્વજ્ઞ જાણે.
કેસર, ચંદન, પુષ્પાદિક પૂજા પણુ એવી રીતે જ કરવી કે જેથી ચક્ષુ, સુખ, પ્રમુખ આચ્છાદન ન થાય અને શેાભાની વૃદ્ધિ થાય. વળી દર્શન કરનારને અત્યંત આહ્લાદ થવાથી પુણ્યવૃદ્ધિનું કારણ બની શકે.
પૂજાના ત્રણ પ્રકાર.
આંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એમ ત્રણ પ્રકારની પૂજા કરવી. તેમાં પ્રથમથી નિર્માલ્ય દૂર કરવાં, પ્રમાજના કરવી, પ્રભુના અંગ પખાળવાં, વાળાકુચી કરવી, ત્યારપછી પૂજન કરવું, સ્નાત્ર કરતાં કુસુમાંજલિ મૂકવી, પંચામૃત સ્નાત્ર કરવું, નિર્મળ જળધારા ધ્રુવી, ધૂપિત સ્વચ્છ મૃદુ ગંધ કાષાયિકાદિક વચ્ચે કરી લુછણાં કરવાં, કેસર, ચાંદી, કપૂર આદિથી મિશ્ર ગેાશીષ ચંદનનુ વિલેપન અને પ્રભુની આંગી કરવી, ગૌચંદન, કસ્તુરી પ્રમુખે કરી તિલક કરવાં, પત્રરચના કરવી, વચમાં નાના પ્રકારની ભાતાની રચના કરવી, બહુ મૂલ્યવાળા રત્ન, સુવર્ણ, મેાતીનાં આભૂષણુ અને સેાના રૂપાનાં ફૂલથી આંગીની શેક્ષનિક રચના કરવી; જેમકે, વસ્તુપાળ મંત્રીએ પેાતાના ભરાવેલા સવા લાખ જિનબિંબને તેમજ શત્રુ ંજય તીર્થ ઉપર રહેલાં સર્વે જિનમિખાને રત્ન તથા સાનાનાં આભૂષણ કરાવ્યાં હતાં. વળી ક્રમય'તીએ પૂર્વભવમાં અષ્ટાપદ પર્વત ઉપર રહેલા ચેાવીસે તીર્થંકરા માટે રત્નનાં તિલક કરાવ્યાં હતાં. એવી રીતે જેમ ભાવવૃદ્ધિ થાય તેમ કરવું એ શ્રચકારી છે. કહેવું છે કેઃ—
ઉત્તમ કારણથી પ્રાયે કરી ઉત્તમ ભાવ થાય છે, તેમ દ્રવ્ય પૂજાની રચના અત્યુત્તમ હાય તેા ઘણા ભવ્ય પ્રાણીઓને ભાવની અધિકતા થાય છે. એના સિવાય બીજો કાંઈ શ્રેષ્ટતર ઉપયોગ નથી માટે એવા કારણને સદાય ખપ કરવા જેથી પુતર પુણ્ય ખંધાય છે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org